કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજવાનો છે. આ કોન્સર્ટ શરૂૂ થાય તે પહેલાં ટિકિટોની કાળા બજારી શરૂૂ થઈ છે. ઘાટલોડીયા પોલીસે કોલ્ડ પ્લેના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચનાર બે યુવકની ધરપકડ કરી છે. આરોપીઓ મૂળ કિંમત કરતાં ઊંચા ભાવે ટિકિટ વેચતાં હતા. 7500વાળી ટિકિટો 9000 રૂૂપિયામાં વેચવાના હતા.
પોલીસે છ ટિકિટો તેમની પાસેથી કબજે કરી છે. ઘાટલોડિયા સ્ટેશનના પી.આઈ જે.એસ કંડોરીયાને બાતમી મળી હતી કે, બે યુવકો મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજનારી કોલ્ડ પ્લે કોન્સર્ટની ટીકીટ બ્લેકમાં વેચી રહ્યાં છે જેના આધારે પોલીસે સતાધાર ચાર રસ્તા પાસેથી શિવમ રાવલ (રહે. આર્યમાન રેસીડેન્સી શીલજ) અને રોહન આહુજા (રહે. શ્યામવિલા -2, સાઉથ બોપલ) નામના બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 7,500ની કિંમતની ટિકિટો મળી આવી હતી જે ટિકિટોને તેઓ બજારમાં 9000 રૂૂપિયાના ભાવે એટલે કે ટિકિટની મૂળ કિંમત કરતાં ઊંચા ભાવેના રૂૂપિયામાં વેચવાના હતા. તેઓ પાસેથી છ જેટલી ટિકિટો મળી આવી છે, જે કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.