પ્રભાસપાટણમાંથી દારૂની 840 બોટલ સાથે બે બૂટલેગર ઝડપાયા
ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચે પ્રભાસ પાટણના ગુલાબ નગર, તળાવના કાંઠા પાસેથી બે બુટલેગરોને વિદેશી દારૂની બોટલો 840 રૂા.80,400 મોટરકાર રૂા.3 લાખ, મોબાઇલ બે રૂા.10 હજાર મળી કુલ રૂા.3,90,400 ના મુદામાલ સાથે ઝડપી લીધેલ જયારે એક બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.બી.વોરા, એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ.નટુભા બસીયા, પો.કોન્સ.પ્રવિણભાઇ બાંભણિયા, મીસીંગ પર્સન સ્કવોડના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ કાગડા, પો.કોન્સ.વિનયભાઇ મોરી એ.એસ.આઇ. નારણભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. કનુભાઇ ચુડાસમા સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે પ્રભાસ પાટણના ગુલાબ નગર, તળાવના કાંઠા પાસે દરોડો પાડી નરેશ જીણાભાઈ મજીઠીયા ઉ.વ.25, ધંધો-ડ્રાઇવીંગ, (રહે.ખાપટ ગામ, ઝાંપા વિસ્તાર, તા.ઉના), અનિલ હમીરભાઈ શિયાળ,ઉ.વ.23, (રહે. ખાપટ ગામ, તા.ઉના)ની પાસેથી વિદેશી દારૂૂ વ્હીસ્કીની નાની મોટી બોટલો 840 કિ.રૂા.80,400/- મોટર કાર રૂૂા.3 લાખ તથા મોબાઇલ બે રૂા.10 હજાર મળી રૂા.3,90,400 ના મુદામાલ સાથે ઝડપી લીધેલ જયારે રોહન ગઢીયા, રહે વેરાવળને પકડવા તજવીજ હાથ ધરેલ છે.