મોરબીમાં બે બાઇક અને 25 મોબાઇલ માલિકોને પરત કરાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી મોરબીમાથી 5,15,833/-ની કિમતના કુલ-25 ખોવાયેલ મોબાઈલો તથા બે બિન વારસી મોટરસાયકલ શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા હતા.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફએ સીઇઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી CEIRમા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ખોવાયેલ કુલ-25 કી.રૂૂ.5,15,833/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી તેમજ મોરબી સીટી વિસ્તારમાંથી મળી આવેલ બે બીન વારસી મોટરસાયકલ વાહન માલીક શોધી કિ.રૂૂ.60,000/- વાળા અરજદારને શોધી પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.