દ્વારકા પંથકમાંથી 184 બોટલ વિદેશી દારૂ અને 54 બિયરના ટીન સાથે બે ઝડપાયા
ઓખા મંડળમાં પી.આઈ. ટી.સી. પટેલની સૂચના મુજબ વસઈ ગામ વિસ્તારમાં દ્વારકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક સ્ટાફની બાતમીના આધારે વસઈ ગામ તરફ જતા એક મંદિર પાસેથી બાવળની ઝાળીઓમાં છુપાવીને રાખવામાં આવેલી રૂૂપિયા 81,500 ની કિંમતની વિદેશી દારૂૂની 163 બોટલ તથા રૂૂપિયા 7,200 ની કિંમતના બિયરના 36 ટીન મળી કુલ રૂૂપિયા 88,700 ના મુદ્દામાલ સાથે ગઢેચી ગામના રહીશ રામભા બબાભા સુમણીયા નામના 24 વર્ષના શખ્સની પોલીસે અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં આરોપી રામભાએ દારૂૂનો આ જથ્થો વેચાણ અર્થે ભાગીદારીમાં દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારના રહીશ મુરુભા ઉર્ફે મોડભા મેરૂૂભા માણેક, સુનિલ મેરૂૂભા માણેક અને કરણ ઉર્ફે કનુ ટપુભા માણેક સાથે લીધો હોવાનું કબુલતા પોલીસે આ ત્રણેય શખ્સો સામે પણ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય એક કાર્યવાહીમાં પી.એસ.આઈ. આર.એચ. સુવા. તેમજ તેમની ટીમ દ્વારા દ્વારકા તાબેના શિવરાજપુર નજીક સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ જ ગામના વિમલભા બાલુભા સુમણીયા નામના 24 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને રૂૂ. 10,500 ની કિંમતની વિદેશી દારૂૂની 21 બોટલ તથા રૂૂપિયા 3,600 ની કિંમતના બીયરના 18 ટીન સહિત કુલ રૂૂપિયા 14,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.