ભાવનગરના વરતેજ જીઆઈડીસીમાં દારૂની 1767 બોટલ સાથે બે ઝડપાયા
ભાવનગરના વરતેજની વિશ્વકર્મા જીઆઇડીસી નજીક આવેલ વાડી પાસેની અવાવરું જગ્યામાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારી દારૂૂના જથ્થાને સગેવગે કરતાં બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઇ વિદેશી દારૂૂનો જથ્થો તેમજ મોબાઇલ મળી કુલ રૂૂ. 6.93 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, નરેશ સનાભાઇ બારૈયા ( રહે. વરતેજ ) અને અમજદ દિલાવર ખાન પઠાણ ( રહે. અમરેલી ) એ વરતેજમાં આવેલ વિશ્વકર્મા જીઆઇડીસી, રાજશક્તિ રોડલાઇન્સની પાછળના ભાગે આવેલ જગાભાઈ પટેલ નારીવાળાની વાડી પાસેની અવાવરું જગ્યામાં ઇંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો રાખેલ છે અને આ જથ્થો સગેવગે કરવાની વેતરણમાં છે.
આ બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ કંપનીની બોટલ નંગ-1767 કિં. રૂૂ.6,85,340/- તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.6,93,340/- ના મુદ્દામાલ સાથે નરેશ બારૈયા ( રહે. વરતેજ ) અને અમજદ પઠાણ ( રહે. અમરેલી ) ને ઝડપી લીધા હતા.
આ બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂૂનો જથ્થો હરપાલસિંહ રણજીતસિંહ સરવૈયા ( રહે. સાંકડાસર-1 તા. તળાજા ) પાસેથી લાવ્યા હોવાનું જણાવતા એલસીબી એ ત્રણેય શખ્સ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં ભાવનગરના આડોડિયાવાસમાં આવેલ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડના મકાનમાં એલસીબી પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂૂના ચપટા નંગ-222 તેમજ બિયરના ટીન અને બોટલ નંગ-45 મળી કુલ રૂૂ.27,780/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલ.સી.બી પોલીસે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ અજય ઉર્ફે ભગત ઉર્ફે કાળુ મોહનભાઈ રાઠોડ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.