ગોંડલ હાઇ-વે ઉપર ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર બે ઝડપાયા
ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ગોંડલની બેલડીને પોલીસે ઝડપી લીધી હતી. આ બેલડી પાસેથી ચાર ચોરાઉ બેટરી કબજે કરવામાં આવી હતી. પોલીસની પુછતાછમાં આ બેલડીએ પખવાડીયા દરમિયાન બે સ્થળે આ પ્રકારે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પ્રાપ્ત વિગત મુજબ ગત તા.9 નાં રાત્રીનાં સમયે ખટારા સ્ટેન્ડ પાસે પાર્કે કરેલ ટ્રકમાંથી બે બેટરીઓ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયા હોય જે અંગેની ફરીયાદ ગોંડલ એથડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા બનાવને લઇ ને પીઆઇ. ગોહીલ તથાસ્ટાફ દ્વારા તપાસ શરૂૂ કરાઇ હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ભાવેશ સાસીયા તથા ક્રિપાલસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે ચોરી થયેલ બેટરીઓ તથા અન્ય બે બેટરીઓ સાથે રમઝાન ઉર્ફે મૌસીન હુશેન બ્લોચ રહે.ગોંડલ આવાસ યોજના ક્વાટર નં.ઇ.5 અને વિજય સંદીપ મેણીયા રહે.હાલ ગોંડલ વોરાકોટડા રોડ ને પકડી પાડી આરોપી પાસેથી અલગ અલગ કંપનીની બેટરીઓ નંગ-4 રૂૂ.20 હજાર અને એક ઓટો રીક્ષા મળી કુલ રૂૂ.60 હજારનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીઓએ સાથે મળીને 15 દિવસ પહેલા સડક પીપળીયા ગામ પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં રાત્રિના સમયે પાર્ક કરે ટ્રકમાંથી એક બેટરીની ચોરી કરી હતી.ઉપરાંત આ બેલડીએ અઠવાડિયા અગાઉ શક્તિમાન કારખાના પાસે જેતપુર હાઇવે રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી એક બેટરીની ચોરી કર્યાની કબુલાત આપી હતી.
