રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બે અકસ્માત: બેનાં મોત

01:27 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે ગઈકાલે રવિવાર અપસુકનીયાળ હોય તેમ 12 કલાકમાં 7 કિલોમીટરના અંતરે બે અકસ્માત સર્જાયા હતાં જેમાં ગુંદાળા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં રાજકોટના બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બેટી રામપરા પાસે ભાણેજના લગ્નમાં થતાં પ્રૌડને ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નિપજ્યું હતું બન્ને અકસ્માતમાં મોતને ભેટેલા યુવક અને પ્રૌઢના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયારોડ ઉપર હનુમાન મઢી નજીક આવેલ શિવપરામાં રહેતો નવઘણ ગગજીભાઈ જીંજુવાડિયા નામનો 30 વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈ બામણબોરથી રાજકોટ તરફ આવતો હતો ત્યારે ગુંદાળા ગામના પાટિયા પાસે જાણ્યા વાહન ચાલકે નવઘણ જીંજુવાડિયાના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હીટએન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ગવાયેલા નવઘણ જીંજુવાડિયાની ગટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. અકસ્માતની ગટનાને પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતક યુવકની ઓળખ મેળવી અકસ્માતની ઘટના અંગે તેના પરિવારને જાણ કરી પ્રાથમિક પુછપરછમાં મૃતક નવઘણ જીંજુવાડિયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં જૂના માર્કેટીંગ યાર્ડ પાછળ ભીમરાવ નગરમાં રહેતા વલ્કુભાઈ હકાભાઈ ખાચર નામના 55 વર્ષના પ્રૌઢ ગઈકાલે બપોરના અરસામાં બાઈક લઈને રામપરા (બેટી) પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે રોંગસાઈડમાં માતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પર ચાલકે વલ્કુભાઈ ખાચરના બાઈકને અડફેટે લેતા જીવલેમ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક વલ્કુભાી ખાચરની સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વલ્કુભાઈ ખાચર જાનીવડલા ગામે રહેતા તેના ભાણેજના લગ્નમાં જીઈ રહ્યા હતાં ત્યારે ભાણેજના લગ્નમાં પહેંચે તે પૂર્વે જ મામાને કાળ ભેટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ તપાસનો દૌર લંબાવ્યો છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot newsRajkot-Ahmedabad Highway
Advertisement
Next Article
Advertisement