For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના પ્રથમ થ્રી લેગ એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન સાથે જ બે અકસ્માત

05:06 PM Sep 13, 2024 IST | admin
ગુજરાતના પ્રથમ થ્રી લેગ એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન સાથે જ બે અકસ્માત

બ્રિજ ઉપર રિક્ષા પાછળ પિકઅપવાન અને ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ

Advertisement

પાલનપુર ખાતે નવા જ બનાવવામાં આવેલા ગુજરાતના પ્રથમ થ્રિ લેગ એલીવેટેડ બ્રિજ હજુ ગઈકાલે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાં આ બ્રિજ ઉપર બે અકસ્માત સર્જાયા હતાં. અને બે લોકોને ઈજાઓ પહોંચી હતી.
પાલનપુર ખાતે નવીન બનેલ બ્રિજ પર ઉદ્ઘાટનના દિવસે જ બે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જેમાં પ્રથમ અકસ્માત પીક અપ ડાલા તેમજ રીક્ષા વચ્ચે સર્જાયો હતો. જેમાં પીકઅપ ડાલા પાછલ રીક્ષા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલ બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજા અકસ્માતમાં કાર ટ્રકની પાછળ ઘુસી જવા પામી હતી.

મળતી માહિતી મુજર પાલનપુરનાં નવીન થ્રી લેગ એલીવેટેડ બ્રિજનાં ઉદ્ઘાટનનાં પ્રથમ દિવસે જ રાજસ્થાન તરફથી આવી રહેલ ડાલુ તેમજ રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા બે ઈસમોને ઈજાઓ પહોંચી હતી.

Advertisement

નવીન બનેલ બ્રિજ પર અકસ્માત સર્જાતા લોકોનાં ટોળે ટોળા ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ રીક્ષામાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ બોલાવી તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ અકસ્માત સ્થળે જઈ ટ્રાફિક હળવો કર્યો હતો. તેમજ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા અકસ્માતનો બનાવ કાર તેમજ પીકઅપ ડાલા વચ્ચે થયો હતો. જેમાં કારને નુકસાન થયું હતું. જ્યારે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement