NRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલ
04:22 PM Jul 22, 2025 IST | Bhumika
રાજકોટ સહિત ગુજરાતમાં ગ્રીનકવર ઘટી રહ્યું હોવાથી સરકારથી માંડી સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચલાવી રહી છે અને લોક જાગૃતિ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે. પરંતુ અમુક લોકો હજુ જાગૃત થયા નથી અને પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યા હોવાના કિસ્સા છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો શહેરની ભાગોળે આવેલી રોયલ એન્કલેવ સોસાયટી (એન.આર.આઇ. પાર્ક)માં બનવા પામેલ છે. મળતી માહિતી મુજબ રોયલ એન્કલેવ સોસાયટીમાં પ્લોટ નં.બી-19ના માલિક પરેશભાઇ છગનભાઇ પાંભરે અંદાજે 20 વર્ષ જુના બે તોતીંગ વૃક્ષો મુળમાંથી જ કાપી નાખી માથે ઇંટો ગોઠવી દેતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આ મામલે લોધીકા મામલતદાર સમક્ષ પણ લેખીત ફરીયાદ થયેલ છે ત્યારે લોધીકા મામલતદાર આ ઘટનામાં પગલા ભરે છે કે, આંખ મિચામણા કરે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.
Advertisement
Advertisement