TVS બાઈકના સ્ટોક યાર્ડના કર્મચારીએ રૂા.8 લાખના 10 બાઈક બારોબાર વેચી નાખ્યા
રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ ટીવીએસ બાઈકના સ્ટોક યાર્ડમાં નોકરી કરતાં ચિરાગ રમેશભાઈ જરીયા નામના શખ્સે કંપનીની જાણ બહાર રૂા.8.11 લાખની કિંમતના 10 બાઈક અંગત ઉપ્રયોગ માટે લઈ ગયા બાદ જમા નહીં કરાવી વિશ્વાસઘાત કર્યાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
માલવીયાનગર પોલીસે આ અંગે માધવ ઓટો મોબાઈલ પ્રા.લી. ટીવીએસ શો રૂૂમમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતાં શૈલેષભાઈ મનહરલાલ મહેતા (ઉ.વ.30, રહે: સદગુરૂૂ પ્રેરણા એપાર્ટમેન્ટ, યોગી પાર્ક-2, રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ)ની ફરિયાદ પરથી ચિરાગ રમેશ જટીયા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે, શૈલેષભાઈ મહેતા દ્વારા રાજકોટના બે ઉપરાંત જસદણ, વાંકાનેર, વેરાવળના શો રૂૂમની દેખરેખ રાખવાની હોય છે. તેમજ સ્ટોક યાર્ડમાં રહેલ તમામ બાઇકનો સ્ટોક ચેક કરવાનું કામ પણ તેનું હોય છે.જે પૈકી ગોંડલ રોડ ઉપર આવેલા સ્ટોક યાર્ડમાં હેલ્પર કમ એસેસરીઝ ફિટર તરીકે નોકરી કરતાં આરોપી ચિરાગ (રહે.મચ્છાનગર મેઈન રોડ, મા. યાર્ડ પાસે) દ્વારા એસેસરીઝ ફિટીંગ ઉપરાંત ટ્રક લોડીંગ,નવી બાઇકની ડિલીવરી કરવા, ડિસપ્લેમાં ગાડી મુકવાનું કામ કરવાનું હોય છે.
દરમિયાન ગઈ તા.15-12-23ના તેના કર્મચારી રવિભાઈ દ્વારા આ સ્ટોક યાર્ડમાં સરપ્રાઈઝ ચેકીંગ કરાતા રૂા.8.11 લાખની કિંમતના બાઈક મળી આવ્યા ન હતા.આથી પૂછપરછ કરાતા આરોપી ચિરાગની વર્તુણક શંકાસ્પદ જણાયું હતું અને તે કામ મુકીને જતો રહ્યો હતો.જેથી આ અંગેફરિયાદ નોંધાવી હતી હાલ તેમને સકંજામાં લેવા તજવીજ આદરી છે.