ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીર
સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર થઇ હડાળાનો પરિવાર ચોટીલા બાધા કરવા જતો હતો. ત્યારે તેમના પિતા આગળ સ્કૂટર ચલાવતા અને માતા 2 પુત્ર ચાલીને જતા હતા. ત્યારે વડોદ ગામથી આગળ જતા ટ્રકે પાછળથી ટક્કર મારતા માતાનું ઘટના સ્થળે અવસાન થયું જ્યારે 2 પુત્ર ગંભીર ઘવાયા હતા.
સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે ધંધૂકાના હડાળાના રહીશ 42 વર્ષીય કરશનભાઇ જહાભાઇ રાઠોડે ટ્રકચાલકે અકસ્માત સર્જતા તેમના પત્નીનું અવસાન થયું અને બાળકો ગંભીર ઇજા થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના પત્ની 42 વર્ષીય ગીતાબેન, મોટો દીકરી રાજવીર 22 વર્ષ, નાનો દીકરો યુવરાજ 20 વર્ષનો છે. અમો હડાળા ગામથી પત્ની તથા બાળકો તથા મોટા પુત્રના પત્નિ પૂજા બધા ચોટીલા બાધા કરવા ચાલીને નીકળ્યા હતા. જેમાં તેઓ બાઇક લઇ આગળ ચલાવતા હતા.
આખો દિવસ ચાલ્યા બાદ લીંબડીથી આગળ વડોદગામે આશ્રમે રાત્રે રોકાઇ વહેલી સવારે રવાના થયા હતા. ચોટીલા નેશનલ હાઇવે પર હતા તે દરમિયાન વસ્તડી પસાર કર્યું ત્યાં વાહનનો અકસ્માતનો અવાજ આવતા બાઇક મૂકી પાછળ ગયા હતા ત્યાં સ્થળ પર તેમના પત્ની ગીતાબેન અને બાળકોઇજા ગ્રસ્ત હાલતમાં પડેલા હતા. થોડે દૂર એમ.એચ.10 સીક્યુ 7252725 નંબરનો ટ્રક ઊભો હતો.