ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીને 5 વર્ષની સજા
ભાણવડ તાલુકાના નવાગામ ગામ માં રહેતા દલિત યુવક પ્રદીપભાઈ મનુભાઈ બગડા એ તેના જ ગામ ના જીવણભાઈ પાડલીયા ની જમીન પાસે વાળો (જમીન) વાળાંકેલ હતો, તે જીવણભાઈ પાડલીયા ને પસંદ નહીં આવતા તેનું મનદુ:ખ રાખીને તા. 15/5/2020 ના આરોપીઓ જીવણભાઈ પાડલીયા, મયુર ધાના પાથર, હરેશ ધાના પાથર, ચના વેજા પીપરોતર, જીવણ પ્રભાત પાથર, કમલેશ ઉર્ફે પ્રકાશ પાથર, દિવ્યેશ ચના પીપરોતર, પારસ ચના પીપરોતર, ખીમજી વજસી, રામ ઉર્ફે કેતન વજશી, ધના રામશી પાથર વિગેરેએ એક સંપ કરી ને ફરિયાદ પક્ષ ના ચારેક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચાડતા આરોપીઓ વિરૂૂધ્ધ હત્યા પ્રયાસ વગેરે સહિત ની કલમ હેઠળ નો ગુનો નોંધાવ્યો હતો.
આ કેસ જામખંભાળિયા ની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા એક આરોપી જીવણભાઈ પાડલીયા નું અવસાન થયેલ હતું. મૂળ ફરિયાદી પક્ષે દલિત યુવાન તરફે વકીલ કિરણભાઈ બગડ એ લેખિત દલીલો રજૂ કરેલી અને વિવિધ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરીને તમામ આરોપીઓને સજા કરવા ધારદાર રજૂઆતો કરી હતી.જે ધ્યાને લઈ ખંભાળિયા ની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે દસ આરોપીઓ ને પાંચ પાંચ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસ માં દલિત મૂળ ફરિયાદી પક્ષે વકીલ કિરણભાઈ બી. બગડા, પાર્થ બગડા, સંજયભાઈ માતંગ તથા સરકાર પક્ષે વકીલ બી.એસ. જાડેજા રોકાયા હતા.
