For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

82 લાખથી પણ વધુના બ્રાસના વાલ્વ ઓળવી જનાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ

12:41 PM Feb 17, 2024 IST | Bhumika
82 લાખથી પણ વધુના બ્રાસના વાલ્વ ઓળવી જનાર ટ્રક ડ્રાઇવરની ધરપકડ
  • કામરેજ પાસેથી એલસીબીને મળી સફળતા: તમામ મુદ્દામાલ સાથે ડ્રાઇવર ઝડપાયો

જામનગરના દરેડ જીઆઈડીસીમાં એક પેઢીનો રૃા.82 લાખ ઉપરાંતનો બ્રાસ વાલ્વનો સામાન ભરી રવાના થયેલો ટ્રક સુરત નજીકથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો. ટ્રકની કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા ડ્રાઈવર સામે ઉચાપતની ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં એલસીબીએ સુરત પાસેથી ડ્રાઈવરને પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-3માં ઈગલ કાર્ગો યુનિટ ઓફ ઈગલ ટ્રેડલીંક્સ પ્રા.લિ. નામની મહારાષ્ટ્રના નાસિકની પેઢીમાં નોકરી કરતા તુષાર ગાગીયા નામના કર્મચારીએ થોડા દિવસ પહેલાં દરેડ જીઆઈડીસીમાં જ આવેલી ટોપ મેન્યુ ફ્રેક્ચરીંગ નામની પેઢીમાંથી બ્રાસના વાલ્વ અન્ય રાજ્યમાં પહોંચાડવાના હોવાથી જીજે-10-ટીવાય 7743 નંબરનો પેઢીનો ટ્રક મોકલ્યો હતો.

ઉપરોક્ત કારખાનામાંથી વાલ્વના 310 બોક્સ ભરી આપવામાં આવ્યા હતા. અંદાજે 9838 કિલો વજનના અને રૃા. 82,25,780 સામાન ભરવા માટે ગયેલો ટ્રક તુષારની કંપનીએ આવ્યા પછી તે ટ્રક લઈને ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રવાના થયો હતો.

Advertisement

તે ટ્રક ગણતરીના દિવસો મુજબ નિયત સ્થળે નહીં પહોંચતા તુષારે તપાસ કરાવી હતી. જેમાં આ ટ્રક રેઢો અને ખાલી હાલતમાં સુરતના કામરેજ પાસેથી મળી આવતા જામનગરની પેઢીનો રૃા.82 લાખ ઉપરાંતનો બ્રાસનો સામાન ઓળવી જવા અંગે ટ્રક ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

આ કેસની તપાસ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે હાથ ધરી હતી અને તપાસમાં એલસીબીને પણ સાથે રહેવા એસપી પ્રેમસુખ ડેલુએ સૂચના આપી હતી. તેથી બંને સ્ટાફની ટીમ તપાસ કરી રહી હતી. જેમાં એલસીબીના પીએસઆઈ આર.કે. કરમટા તથા તેમની સાથે તપાસમાં રહેલા સંજયસિંહ વાળા, દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, જ્યાંથી ખાલી હાલતમાં ટ્રક મળ્યો હતો ત્યાં ડ્રાઈવર મુદ્દામાલ સગેવગે કરવાની તજવીજ કરે છે તેથી એલસીબી ટીમ સુરતના કામરેજ નજીક ધસી ગઈ હતી જ્યાં લસકાણા પાસેથી ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ ઝાલા મળી આવ્યો હતો. તે શખ્સની અટકાયત કરી પૂછપરછ કરાતા તેેણે લસકાણામાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે એક દુકાનમાં બ્રાસના સામાનના 310 પેકેટ મૂકી રાખ્યાની કબૂલાત કરી છે.જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા આ શખ્સને જામનગર ખસેડવામાં આવ્યો છે. તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. બ્રાસ વાલ્વનો સામાન, બે મોબાઈલ, રૃા.1860 રોકડા કબજે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એલસીબી તથા પંચકોશીબી ડિવિઝનનો સ્ટાફ સાથે રહ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement