For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાત રસ્તા નજીક ટ્રક સળગ્યો : અફરાતફરી

12:35 PM Mar 13, 2024 IST | Bhumika
સાત રસ્તા નજીક ટ્રક સળગ્યો   અફરાતફરી

ગુજરાત મિરર, જામનગર તા.13- જામનગરના સાત રસ્તા સર્કલ નજીક ટ્રકમાં આગની ઘટના સામે આવી હતી. મહાનગરપાલિકાના ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ક્ષણીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એકાએક ભડભડ સળગી ઊઠેલા ટ્રકને લઇ માર્ગ પર ધુમાડાના ગોટેગોટાના દ્રશ્ય સર્જાયા હતા. સાત રસ્તા નજીક આવેલ ઙૠટઈક ની ઓફીસ સામે જ ટ્રક અગનગોળો બન્યો હતો. આ અંગે તાત્કાલીક ફાયર સ્ટાફનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઈને ફાયર સ્ટાફે પાણીનું ફાયરિંગ કરી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લાંબી જહેમત બાદ આગ પર કાબુ આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ ટ્રાંફિકથી ધમધમતા શહેરના હાર્દ સમાં માર્ગ પર આગની ઘટના સામે આવતા ચક્કાજામ સર્જાયો હતો. જોકે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement