રાજુલાની ભેરાઇ ચોકડી નજીક ટ્રકમાં લાગી આગ; ભાવનગર-સોમનાથ હાઇવે જામ
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો: અડધો કલાક હાઇવે બંધ કરાયો
ભાવનગર સોમનાથ હાઇવે પર ટ્રકમાં આગ લાગતા હાઇવે બંધ કરવાની ફરજ પડી જેમાં જાણવા મળતી વિગત મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ભેરાઈ ચોકડી નજીક રેલવે ફાટક પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગતા આ હાઈવે બંધ કરવાની ફરજ પડેલી આગ લાગવાની ઘટનાથી સ્થાનિક પોલીસ દ્વારા અનિશ્ચિય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા આ રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ રાજુલા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર વિભાગ આવે તે પહેલા રોડનું કામ ચાલુ હતું તે લોકો દ્વારા આ આગને કાબુ માં લેવાનો પ્રયાસ કરવામાં આવેલો પરંતુ ધીમે ધીમે આગ વધતી હોવાથી આ આગ કાબુમાં આવેલ નહીં અને રાજુલા ફાયર વિભાગને જાણ કરેલ તે ફાઈર ઘટના સ્થળે આવી ગયેલું અને આ આગ કાબુમાં લેવામાં સફળતા મળેલી આગ કેવી રીતે લાગી તે જાણવા મળેલ નથી જોકે આ આગ કાબુ માં આવે ત્યાં સુધી એટલે કે અંદાજિત 25 મિનિટ સુધી આ હાઈવે બંધ રહ્યાના સમાચાર મળી રહ્યા છે સ્થાનિક પોલીસ દ્વારા આ આગ કાબુ માં આવતા ટ્રાફિકને તાત્કાલિક ક્લિયર કરવા માટેની કામગીરી શરૂૂ કરવામાં આવેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નું રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર નો ટ્રક હોવાનું જાણવા મળેલ છે સ્થાનિક પોલીસની અને લોકોના સાથ અને સહકારથી આ ઘટનામાં ટ્રકની નુકશાની સિવાય કોઈ બીજું નુકસાન થવા પામેલ નથી