For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TRP ગેમ ઝોન કેસ: શરત ભંગના 26 લાખ જમીન માલિકોએ જમા કરાવ્યા

04:03 PM Jul 23, 2024 IST | Bhumika
trp ગેમ ઝોન કેસ  શરત ભંગના 26 લાખ જમીન માલિકોએ જમા કરાવ્યા
Advertisement

રાજકોટના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 27 માનવ જીંદગીના ભોગ લીધા છે. કોમર્શીયલ બાંધકામના હેતુ માટે કેતીની જમીન બિનખેતી કરાવ્યા બાદ જમીનના માલીકોએ શરતભંગ કરી તેમાં ગેરકાયદેસર ગેમઝોન શરૂ કર્યો હોવાનું કલેક્ટરના ધ્યાન પર આવતા જમીન માલીકનોને શરદભંગની નોટીસ ફટકારી હતી અને સુનાવણીના અંતે આકરો દંડ ફટકાર્યો હતો. જે દંડની રકમ જમીનના માલીકોએ સીટી સર્વેમાં જમા કરાવી દીધી છે.

રાજકોટના નાનામૌવા પાસે આવેલ ટીઆરપીગેમઝોનમાં બે મહિના પહેલા ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં સરકારી તંત્રની ઘોરબેદરકારી બહાર આવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી મહાનગરપાલિકાના ટીપી શાખા અને ફાયર બ્રિગેડના અધિકારીઓ અને ટીઆરપી ગેમઝોનના માલીકો તેમજ જમીનના માલીકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ટીઆરપી અગ્નિકાંડ બાદ તપાસ કરતા કોમર્શીયલ બાંધકામ માટે 2016માં ખેતીની જમીન બિનખેતી કરવામાં આવી હતી. પરંતુ કોમર્શીયલ બાંધકામના બદલે તેમાં અગાઉ પાર્ટીપ્લોટ અને ત્યાર બાદ મંજુરી વગર ગેમઝોન ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

નાનામૌવાની કિંમતી જમીનામં શરતભંગ થયો હોવાનું કલેક્ટર પ્રભવજોશીના ધ્યાન પર આવતા જમીનના માલીક જગદીશસિંહ જાડેજા, કિરિટસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જાડેજાને નોટીસ ફટકારી હતી. જેની સુનાવણી પૂર્ણ થયા બાદ જમીન માલીકોને શરતભંગ બદલ 26 લાખથી વધુનો દંડ ફટકારવામાઁ આવ્યો હતો. જે દંડની રકમ જમીનના માલીકોને સીટી સર્વેમાં જમા કરાવી દીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement