ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગર નજીક તંત્રના પાપે આઇશર ચાલકે રોંગમાં ચલાવતા ત્રિપલ અકસ્માત

11:50 AM Jul 19, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગર -સોમનાથ હાઈવે પર રાત્રે બુધેલ પાસે લોર્ડઝ હોટલ પાસેના પુલ ઉપર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. સર્વિસ રોડમાં મસમોટા ખાડા પડી જતાં તે રિપેર કરવાના બદલે ધૂળના ટેકરા કરી બંધ કરી દેવાતા વાહનો રોંગ સાઈડમાં દોડી રહ્યા છે અને આવા જ કારણોસર આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

મળતી પ્રાથમિક વિગતો અનુસાર આઇશર ટેમ્પો બુધેલના પુલ પર રોંગ સાઈડમાં દોડી રહ્યો હતો ત્યારે સામેથી આવતી અર્ટિકા કાર સાથે જોરદાર અકસ્માત થયો હતો. કાર અને ટેમ્પો અથડાતાં તે અકસ્માતને કારણે બીજા ટ્રક વાળાએ બ્રેક મારતા પાછળ આવતા મોટર સાઇકલ સવાર ઘુસી જતા ગંભીર રીતે ઘાયલ થયેલ આથી 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવેલ. બનાવના પગલે જન કરાતા રોડ ઉપરથી બન્ને વાહન હટાવવા માટે પોલીસ અને મામલતદાર તંત્રએ કામગીરી હાથ ધરી હતી અને ક્રેન દવારા પુલ ઉપરથી વાહન હટાવી લેવાયા હતા.

Tags :
accidentbhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement