For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયા

10:26 AM Aug 08, 2025 IST | Bhumika
મોરબીના માળિયામાં કન્ટેનર ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત  4 લોકો આગમાં ભૂંજાયા

મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક અને આર્ટિગા કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 2વિદ્યાર્થી અને ડ્રાઇવર તેમજ કિલનર સહિત 4 લોકો જીવતા ભુજાયા હતા જયારે બે ડ્રાઇવર 5 બાળકોને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત બાદ મોરબી અને કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સુરજબારી પુલ ઉપર અક્સમાત બાદ ટ્રાફિક જામ થઇ ગયો હતો.કારમાં સાત બાળકો સવાર હતા જે જુનાગઢ આહીર બોડીંગ અભ્યાસ કરતા હતા અને સાતમ આઠમ તહેવાર હોવાથી પોતાના વતન કચ્છ ગાંધીધામ જતા હતા.

Advertisement

કચ્છ હાઇવે ઉપર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર બે ટ્રક ટક્કર થઈ હતી. દરમિયાન એક આર્ટિગા કાર પણ ક્યાંથી પસાર થતા તે પણ આ અકસ્માતનો ભોગ બનતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે આર્ટિગા કારની સીએનજી ગેસ ટેન્ક અને ટ્રકની ડીઝલ ટેન્ક લીક થઇ જતા આગ ફાટી નીકળી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર જૂનાગઢ આહિર બોડિંગના 2 વિદ્યાથીના મોત થયા હતા જયારે અન્ય ચાર વિદ્યાર્થી સહિત પાંચ લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતા માળીયા મીયાણા પોલીસ, નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ માળિયા 108ની ટીમ તેમજ ભચાઉ અને મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અને સ્થળ પરથી બે ડ્રાઇવર 5 બાળકોને સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે 4 મૃતદેહ પણ મળી આવતા તેને પોસ્ટ મોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો અને દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ બનાવમાં મોતને ભેટેલા ચાર લોકોમાં ગાંધીધામ મીઠી રોહરના રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (ઉ.વ.15). જૈમીન જગદીશભાઈ બાબરીયા(ઉ.વ.17) અને રાજસ્થાન બિકાનેરના ટ્રક ચાલક શિવરામ મંગલરામ નાઈના તેમજ અન્ય એક વિદ્યાર્થી મોત થયાનું જાણવા મળ્યું છે.

Advertisement

ત્રણ વાહનમાં આગ લાગતા ચાર વ્યક્તિના કરુણ મોતનો બનાવ બન્યો છે જેમાં અરટીગા કારમાં સાત વિદ્યાર્થીઓ સવાર હતા જે જુનાગઢ આહીર બોડીંગ અભ્યાસ કરતા હતા અને સાતમ આઠમ તહેવાર હોવાથી પોતાના વતન કચ્છ ગાંધીધામ જતા હતા જે સાતમાંથી 2 વિદ્યાર્થીઓ મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે તેમજ ટ્રક ડ્રાઈવરની ઓળખ થઇ હતી. જયારે ક્લીનરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહ રાજકોટ ખસેડાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement