For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાબરકાંઠાના ભૂકંપની કંપારી કમલમ સુધી અનુભવાઇ

01:20 PM Mar 27, 2024 IST | Bhumika
સાબરકાંઠાના ભૂકંપની કંપારી કમલમ સુધી અનુભવાઇ
  • ઉમેદવાર બદલાતા ભીખાજીના સમર્થકોએ અરવલ્લી-મેઘરજ બાનમાં લીધા, સોશિયલ મીડિયાથી સડક સુધી સમરાંગણ, પાટીલે મામલો હાથમાં લઇ તાબડતોબ બેઠક યોજી

ગુજરાતમાં લોકસભાની ચુંટણી સમયે જ સતાધારી પક્ષ ભાજપમાં ઉઠેલા અસંતોષના પગલે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો બદલવામાં આવતા આંતરીક વિરોધ વધુ ભડકયો છે અને ખાસ કરીને સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ આવેલા ભુકંપના આંચકાની કંપારી ઠેઠ ગાંધીનગર કમલમ સુધી અનુભવાઇ હતી અને ભાજપના ઉમેદવાર બદલાતા ભીખાજી ઠાકોરના સમર્થકોએ ગઇકાલે અરવલ્લી અને મેઘરજ સહીતના વિસ્તારો રીતસર બાનમાં લીધા હતા અને સોશિયલ મીડીયાથી સડક સુધી વિરોધનો વંટોળ ઉઠતા સ્થિતિ થાળે પાડવા ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બાજી સંભાળવા મેદાને ઉતરવું પડયું હતું.

Advertisement

સાબરકાંઠામાં ઉમેદવાર બદલાતા આક્રોશની આ આગ એટલી ભભૂકી કે ભાજપના 2 હજારથી વધુ કાર્યકરોએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા ધરી દીધા .આવો વિરોધ કદાચ ભાજપમાં ક્યારેય નથી જોવા મળ્યો. એક સાથે આટલી મોટી સંખ્યામાં સામૂહિક રાજીનામાથી ભાજપમાં ભારે ઉહાપોહ થઈ ગયો છે. વિરોધનો વંટોળ સોશિયલ મીડિયામાં પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ભીખાજીના સમર્થકોએ વીડિયો બનાવી નવા ઉમેદવાર શોભના બારિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

દરેક ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યાલય પર પોલીસ બંદોસ્ત ગોઠવવો પડે છે. કારણ કે કોંગ્રેસમાં ટિકિટ જાહેર થયા પછી ઉકળતા ચરુ જેવો માહોલ હોય છે. પરંતુ સાબરકાંઠા ભાજપમાં તો આક્રોશની આગ એવી જોવા મળી કે અરવલ્લી ભાજપ કાર્યાલય પર પોલીસ બોલાવવી પડી હતી. ભીખાજીના સમર્થકોએ ભાજપના કાર્યાલયને ઘેરી લીધું હતું અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ભીખાજી સિવાય કોઈનો સ્વીકાર નહીં કરીએ તેવી ચીમકી પણ આપી હતી.

Advertisement

વિરોધ આગ ઠારવા માટે કમાન ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે હાથમાં લેવી પડી હતી. ભીખાજી ઠાકોરને ગાંધીનગર કમલમ બોલાવી તેમની સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક પછી ભાજપના હોદ્દેદારો ડાહી ડાહી વાતો મીડિયા સમક્ષ કહેતા જોવા મળ્યા હતા. તો આ આખી બબાલમાં જે કેન્દ્ર સ્થાને હતા તે ભીખાજી ઠાકોર ગાંધીનગર કમલમાં સી.આર.પાટીલ સાથે બેઠક બાદ ઢીલા પડેલા જોવા મળ્યા. પ્રેશર પોલિટિક્સ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કામ ન આવતા સમર્થકો પોતાના ન હોવાનું કહ્યું. સાથે જ પોતે પાર્ટી સાથે જ છે તેવો રાગ આલાપ્યો.
સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ આંતરિક વિરોધને કારણે તેમની પાસેથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરાવી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારેયાના પત્નીને ટિકિટ આપવામાં આવી છે.

અરવલ્લીની આગ વડોદરા પહોંચી, નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલીને ડો.હેમાંગ જોશીને ટિકિટ આપ્યા પછી પણ હજું ક્યાક અસંતોષ હોવાનું જોવા મળી રહ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો ડો.હેમાંગ જોશીનો વિરોધ કરી રહ્યા છે. વોટ્સપચેટમાં કેતન ઇનામદારના સમર્થકોએ ઉમેદવાર સામે રોષ પ્રગટ કર્યો છે. સાબરકાંઠાથી આગ વડોદરા સુધી પહોંચી હોય તેમ વડોદરા બેઠક પર ડો.હેમાંગ જોશીનું નામ જાહેર થતાં જ સાવલી વિધાનસભા મતવિસ્તારમાં હેમાંગ જોશી સામે વિરોધ વંટોળ શરુ થયો છે. હેમાંગ જોશી સામે વિરોધ વંટોળ શરુ થયો છે. હેમાંગ જોશીનો વિરોધ કરતી વોટસએપ ચેટ વાયરલ થઇ છે. નઈં જઞઙઙઘછઝ ઊંઊઝઅગ ઇઇંઅઈંથ નામના વોટ્સઅપ ગ્રૂપમાં આ ચેટ વાયરલ થઇ છે જેમાં કેતન ઈનામદારના સમર્થકોમાં ડો હેમાંગ જોશીનો વિરોધ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારના સમર્થકોએ વોટ્સેપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે અને લખ્યું છે કે આ ભાઈએ સાવલી જોયું છે ખરું ? અહી ફક્ત કેતન ભાઈ જ ચાલે ભાજપને મત કેતનભાઈ ને કારણે મળે છે. એમ પણ કેતન ભાઈ ક્યાં ચૂંટણી લડે છે ? તેવી ચેટ વાયરલ થઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement