જોહર કાર્ડ અને ગેલેરીમાં રાખડીઓનો ખજાનો
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી જોહર કાર્ડ અને જોહર ગેલેરી માં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ વર્ષે બાળકો માટે કાર્ટુન કેરેક્ટર, મોટાઓ માટે ચંદન, સુખડ, રૂૂદ્રાક્ષની રાખડીઓ સાથે સાથે ભાભી અને નણંદ માટેની લુંબા રાખડીની અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે.
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડીરૂૂપી રક્ષા કવચ બાંધી ભાઈની લાંબી ઉમર અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાથના કરતી હોય છે.
ત્યારે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો હોય શહેરની જાણીતી જોહર કાર્ડસ (ડો યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે) શોપમાં આ વર્ષે અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ અંગે શોપના માલિક યુસુફભાઈ માંકડાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 57 વર્ષથી રાખડીનું વેચાણ કરીએ છીએ. હાલમાં અમારે ઘણી ડિઝાઈનની રાખડીઓ ઉપલ્બધ છે. જો કે આ વર્ષે ગ્રાહકોમાં સ્પિનરની રાખડીની, રેઝીન આટેની રાખડીની ભારે માંગ જોવા મળી રહી છે.
કર્મકાંડી બ્રાહ્મણો-પૂજારીઓને નિ:શુલ્ક રાખડી વિતરણ
જોહર કાર્ડસ ગ્રુપ દ્વારા તેમની 57 વર્ષની પરંપરા મુજબ ક્રમકાંડી બ્રાહ્મણભાઇઓને તથા પૂજારીશ્રીને તેમના યજમાન ને રાખડી બાંધવા માટે તા.18.08.2024 રવિવારે રાત્રે 8.30 કલાકથી 9.30 કલાક સુધી જોહર ગેલેરી, કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, સામે રાજકોટ થી નિ:શુલ્ક રાખડી વિતરણ કરવામાં આવશે.