For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિસમસમાં ફરવાનું મોંઘું, વિમાની ભાડામાં તોતિંગ વધારો

12:08 PM Dec 24, 2024 IST | Bhumika
ક્રિસમસમાં ફરવાનું મોંઘું  વિમાની ભાડામાં તોતિંગ વધારો

રાજકોટથી ગોવા-મુંબઈ-બેંગલોર-દિલ્હી-ચંદીગઢ સહિતની ફ્લાઈટોના ભાડામાં અસાધારણ વધારો ઝીકી દેતી એરલાઈન્સ કંપનીઓ

Advertisement

ક્રિસમસ અને થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અનેક રાજકોટવાસીઓ દ્વારા હરવા-ફરવાના આયોજનો કરાયા છે ત્યારે દેશના મુખ્ય પ્રવાસન સ્થળોના વિમાની ભાડામાં એરલાઈન્સ કંપનીઓ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

ગુજરાતમાંથી ક્રિસમસ અને થર્ટીફર્સ્ટ ઉજવવાનું ગોવા-દૂબઈ-બંગ્લોર-મુંબઈ-વિયેતનામ, લેહ-લદાખ સહિતના સ્થળે જવા માટે ધસારો જોવા મળે છે. તેવા સમયે જ રાજકોટથી ગોવાના રૂા. 9500ના બદલે 11000, કોચીનના રૂા. 20 હજારના બદલે 35,000, બેંગલોરના રૂા. 13,500ના બદલે રૂા. 20,000, દિલ્હીના રૂા. 13000ના બદલે રૂા. 20 હજાર, મુંબઈના રૂા. 7000ના બદલે 12 હજાર ભાડુ થઈ ગયું છે. જ્યારે ચંદીગઢની ફ્લાઈટ રૂા. 19,500ના બદલે રૂા. 35 હજાર તથા પોર્ટબ્લેરના રૂા. 33 હજારના બદલે રૂા. 80 હજાર વસુલવામાં આવી રહ્યા છે.

Advertisement

ક્રિસમસમાં 6થી 7 દિવસનું શાળાઓમાં વેકેશન હોય છે. જેથી લોકો એક અઠવાડિયા માટે ફેમિલી ટ્રીપ ઉપર અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ ઉપર જવાનું પસંદ કરતા હોય છે. ટુરિસ્ટ પ્લેસમાં ડોમેસ્ટિક ડેસ્ટિનેશનની વાત કરવામાં આવે તો ગોવા, કેરેલા, હિમાચલ પ્રદેશ અને નજીકના સ્થળોમાં રાજસ્થાન જવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે અને સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા અને દીવ લોકો જતા હોય છે.

ક્રિસમસના તહેવારને કારણે ફ્લાઈટના ભાડા થોડા વધતા હોય છે. જેમાં 15થી 20 ટકાનો ભાડા વધારો ક્રિસમસમાં થતો હોય છે. રાજકોટથી ગોવા, અમદાવાદથી કોચીન હોય કે ઇન્ટરનેશનલની વાત કરીએ તો દુબઈ, થાઈલેન્ડની ફ્લાઈટ હોય તો તેમા પણ સામાન્ય સીઝન કરતા 15થી 20 ટકાનો ભાડા વધારો જોવા મળે છે.

રાજકોટથી ગોવાની ફ્લાઇટની જો વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં રૂૂ. 4500થી રૂૂ. 5000માં વન વે ફ્લાઇટ મળતી હોય છે અને ક્રિસમસમાં આજ ફ્લાઇટનું ભાડું રૂૂ. 6500થી રૂૂ. 7000 થઈ જાય છે. જ્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઈટની જો વાત કરવામાં આવે તો રેગ્યુલર સીઝનમાં આ ફ્લાઈટનું ભાડું રૂૂ. 28000થી રૂૂ. 32000ની આસપાસ હોય છે. જ્યારે ક્રિસમસમાં આ ભાડું વધીને રૂૂ. ક40000 થઈ જાય છે.

આમ ક્રિસમસ વેકેશનમાં ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવાનો લોકોમાં ક્રેઝ વધ્યો છે. પરંતુ હજુ એટલો ઉત્સાહ જોવા મળતો નથી. કારણ કે હાલ ઠંડી વધુ છે અને આ વેકેશન થોડું ટૂંકું હોય છે. પરંતુ અમુક લોકોને જો ફરવા માટે ચાર દિવસ મળે તો તેમાં પણ તેઓ ફરવા માટે નીકળી પડે છે. હાલ લોકો દુબઇ, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા લોકો રૂૂટીન અને ક્રિસમસમાં પણ જાય છે, પરંતુ તેમાં વિયેતનામ જવાનો ક્રેઝ પણ વધ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement