For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

28 કોન્સ્ટેબલ અને 19 હેડ કોન્સ્ટેબલ સહિત 47ની બઢતી સાથે બદલી

03:56 PM Aug 24, 2024 IST | Bhumika
28 કોન્સ્ટેબલ અને 19 હેડ કોન્સ્ટેબલ સહિત 47ની બઢતી સાથે બદલી
Advertisement

ક્રાઈમ બ્રાંચ, એસઓજી, આર્થિક ગુના નિવારણ સેલ, ક્ધટ્રોલરૂમ સહિત પોલીસ મથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરતા પોલીસ કમિશનર

રાજકોટ શહેર પોલીસ વિભાગમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી, આર્થિક ગુના નિવારણ શાખા, ક્ધટ્રોલ રૂમ તેમજ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 47 પોલીસ કર્મચારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં 28 પોલીસ કોન્સ્ટેબલને હેેડકોન્સ્ટેબલ તરીકે અને 19 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી સાથે બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા વખતથી એક જ સ્થળે વર્ષોથી ફરજ બજાવતા પોલીસ સ્ટાફને બદલવાની પ્રક્રિયા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે 47 કર્મચારીઓને બઢતી સાથે કેટલાક કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી છે. 28 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલની બઢતી આપી તમામની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. જેમાં ક્ધટ્રોલ રૂમમાં ફરજ બજાવતા વિજયકુમાર વાઘેલા, અમરસિંહભાઈ ગોહેલ, હરદિપસિંહ ઝાલા, પ્રદિપસિંહ ઝાલા, જયવીન અઘેરા અને કુલદિપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. ઉપરાંત એસઓજીના દિગ્વીજયસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ચુડાસમા, ક્રાઈમ બ્રાંચના હરપાલસિંહ જાડેજા, આર્થિક ગુના નિવારણ શાખાના હરદેવસિંહ રાણા, સ્પેશિયલ બ્રાંચના પ્રદિપસિંહ સરવૈયા, તાલુકા પોલીસ સ્ટેશનના દિવ્યરાજસિંહ ઝાલા, યુનિવર્સિટી પોલીસ મથકના છત્રપાલસિંહ રાણા ઉપરાંત સ્મેક ક્ધટ્રોલના રવિભાઈ વાઘેલા, હેડક્વાર્ટરના વિમલભાઈ કુકડિયા, કોમ્પ્યુટર સેલના જયદિપસિંહ ઝાલા, બી ડીવીઝનના મહેશભાઈ ડાંગર, એરપોર્ટ પોલીસ મથકના કિશોરભાઈ વાળા, ટ્રાફિક શાખાના સત્યજીત ધાના, કમાન્ડ એન્ડ ક્ધટ્રોલરૂમના હરદેવસિંહ જાડેજા, રિડર શાખાના મયુરસિંહ જેઠવા, તેમજ હેડક્વાર્ટરના પરેશભાઈ કાનાણી, મયુરધ્વજસિંહ ઝાલા, યુવરાજસિંહ સરવૈયા, મયુરસિંહ પરમાર, અર્જુનસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, રિચાર્ડસન કિસ્ટીનો સમાવેશ થાય છે.

19 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે. તેમાં બઢતી સાથે 11ને ટ્રાફિક શાખામાં મુકાયા છે. જેમાં પ્રનગરના રામશીભાઈ વરુ, હેડક્વાર્ટરના અરવિંદભાઈ કવાડિયા, ટ્રાફિક શાખાના પ્રવિણભાઈ જીલરિયા, યુનિવર્સિટી પોલીસ મથકના મહેન્દ્રસિંહ ડોડિયા, તાલુકાના લાલજીભાઈ ડાંગર, આજીડેમ/એટેચ ડીસીપી પ્રદિપસિંહ જાડેજા, આર્થિક ગુના નિવારણ શાખાના વિરેન્દ્રસિંહ ઝાલા, માલવિયાનગરના દિપકભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તેમજ ટ્રાફિક શાખાના સંતોષ મોરી, બુધાભાઈ કટોડિયા, પ્રવિણભાઈ જીલરિયા, રસિકભાઈ ગડધરા,ને બઢતી સાથે ટ્રાફિક શાખામાં જ રાખવામાં આવ્યા છે. ઉપરાંત એસીબીમાં પ્રતિનિયુક્ત ક્રૃપાલસિંહ ઝાલા, માલવિયાનગરના હિરેનભાઈ પરમાર, આર્થિક ગુના નિવારણ સેલના પ્રવિણભાઈ વસાણી, બીડીવીઝન પોલીસ મથકના નિતિનદાન ગઢવી, એસઓજીના અને હાલ એસએમસીમાં ફરજ બજાવતા મોહિતસિંહ જાડેજા, થોરાળાના ભાવેશભાઈ વસેલિયાનો સમાવેશ થાય છે. જ્યારે ધનરાજસિંહ જાડેજાને આજીડેમ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement