રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર પોલીસમાં બદલીનો દોર:LCB ઝોન-2ના છ સહિત 25 પોલીસ કર્મચારીઓની બદલી

04:04 PM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પોલીસ વિભાગમાં ઘણા લાંબા સમય બાદ બદલીનો દૌર શરુ થયો છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેર પોલીસ વિભાગમાં બદલીના હુકમો કર્યા છે જેમાં એલસીબી ઝોન-2માં ફરજ બજાવતા છ પોલીસ કર્મચારીઓ સહીત 25ની આંતરિક બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેર પોલીસ બેડામાં ફેરફારો શરુ કર્યા છે. બદલીના કરેલા હુકમમાં એલસીબી ઝોન-2માં ફરજ બજાવતા છ પોલીસકર્મીને બદલવામાં આવ્યા છે. જેમાં એલસીબી ઝોન-2ના હરપાલસિંહ જશુભા જાડેજાને તાલુકા, જેંતીગીરી રેવતીગરી ગોસ્વામીને એ.ડિવિઝન,અમીનભાઈ ગુલાબભાઈ ભલુરને ગાંધીગામ, જયપાલસિંહ હરપાલસિંહ સરવૈયાની તાલુકામાં, વિરેન્દ્રસિંહ દશરથસિંહ ઝાલાની ગાંધીગ્રામ-2માં, મનીષભાઈ રાયધનભાઈ સોઢીયાની માલવીયાનગરમાં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને એલસીબી ઝોન-2માં નવા મુકાયેલ સ્ટાફમાં હેડક્વાર્ટરથી જયંતિભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ, ગાંધીગ્રામ-2માંથી રાજેશભાઈ નાગદાનભાઈ મીયાત્રા, ગાંધીગ્રામના શકિતસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ,માલવિયાનગર માંથી હેમેન્દ્રભાઈ જયંતિલાલ વાધિયા અને ગાંધીગ્રામમાંથી કુલદિપસિંહ સહદેવસિંહ રાણાને મુકવામાં આવ્યા છે.

જયારે ટ્રાફિક શાખા માંથી ભાવેશભાઈ મુળજીભાઈ અને રેખાબેન હરજીભાઈની કુવાડવા રોડ પોલીસ મથકમાં, મનીષભાઈ હેમાભાઈની આજીડેમ પોલીસ મથકમાં પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહની ગાંધીગ્રામ પોલીસમાં, મયુરસિંહ ઘનશ્યામસિંહની તાલુકામાં, અમૃતભાઈ ગલાભાઈ મકવાણાને પેરોલફર્લો સ્કવોડમાં અને દિગવિજયસિંહ પ્રધ્યુમનસિંહને સાયબર ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા શીલ્પાબેન રાજેશભાઈની ટ્રાફિકશાખામાં, યુનિ. પોલીસ મથકના ફતેસિંહ વાલજીભાઈની કંટ્રોલરૂૂમમાં, ગાયત્રીબા તખુભાની તાલુકામાંથી બી ડિવિઝનમાં જયારે ઉમેશકુમાર સાદુરભાઈની કંટ્રોલરૂૂમમાંથી યુનિવર્સિટી પોલીસ મથકમાં તેમજ હેડકવાર્ટરથી હિતેશભાઈ હરીશભાઈની થોરાળા પોલીસ સ્ટેશનમાં, બીપીનભાઈ સવજીભાઈ પટેલને કંટ્રોલરૂૂમમાં,કાજલબેન ધીરૂૂભાઈની ટ્રાફિક શાખામા બદલી કરવમાં આવી છે.

Tags :
city policegujaratgujarat newspolice Transferrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement