કચ્છ-અરવલ્લી-પંચમહાલ અને પાટણના એડિશનલ કલેક્ટરોની બદલી
04:02 PM Mar 18, 2025 IST | Bhumika
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે ગુજરાત એડમીનીસ્ટ્રેટીવ સર્વિસના સિનિયર સ્કેલના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા કચ્છ-ભૂજના રેસીડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે ડી.પી. ચૌહાણ અને અરવલ્લીના આરએસી તરીકે ડી.વી. મકવાણાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટણ અને પંચમહાલ જિલ્લામાં પણ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે બે અધિકારીઓની વરણી કરવામાં આવી છે. આજે જાહેર કરાયેલા નોટીફીકેશનમાં વીસી બોડાણા, એડીસનલ ડાયરેક્ટર ઉચ્ચતર શિક્ષણ વિભાગ અને પાટણના રેસીડન્ટ એડિશનલ કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. આરટીઓ અમદાવાદમાંથી જે.જે. પટેલને પંચમહાલ ગોધરામાં એડીશનલ કલેક્ટર તરીકે મુકાયા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણના ડાયરેક્ટર પદેથી આર.પી. જોશીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
Advertisement
Advertisement