સરદાર સરોવર નર્મદા નિગમમાં 96 મદદનીશ અને અધિક ઈજનેરોની બદલી
રાજકોટના ચાર સહિત સૌરાષ્ટ્રના 34 અધિકારીઓનો સમાવેશ
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ વિભાગોમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળ ફરજો બજાવતા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઈજનેર (સીવિલ)ના 96 જેટલા ઈજનેરોની બદલી કરવામાં આવીછેજેમાં સૌરાષ્ટ્રના 34 જેટલા ઈજનેરોનો સમાવેશ થાય છે.
સરદાર સરોવર નિગમમાં અઠવાડિયામાં જ બીજી વખત બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. તેમાં સ્વ વિનંતીથી 44 મદદનીશ ઈજનેર અને ચાર અધિક ઈજનેરની વિનંતીને ગ્રાહ્ય રાખી ઓર્ડર કરાયા છે. તેમજ 48 જેટલા ઈજનેરની જાહેર હિતની બદલી કરવામાં આવીછે. કુલ 96 જેટલા ઈજનેરોને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. સૌથી વધારે ભાવનગર અને લીંબડીના ઈજનેરોની બદલી કરાઈ છે. સરદાર સરોવર નિગમ દ્વારા કરાયેલા ઓર્ડરમાં રાજકોટ પંચાયત સિંચાઈ વર્તૂળ, રાજકોટ હસ્તક સિંચાઈ પેટા વિભાગ ગોંડલના મદદનીશ ઈજનેર તુષાર સરવૈયાની જાહેર હિતથી થરાદ વર્તૃળમાં બદલી કરાઈ છે.
રાજકોટ સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર જતીન ગજેરાની લીંબડી ખાતે ગોંડલ સિંચાઈ પેટા વિભાગ-9ના પીએસ લાઠિયાની ભાવનગર ખાતે અને રાજકોટ વર્તુળની સુરેન્દ્રનગર સૌની યોજના પેટા વિભાગના પી.એન. પઢેરિયાની લીંબડી ખાતે બદલી કરવામાં આવી છે.