રાજકોટ સહિત રાજ્યના 65 DYSPની બદલી : 8 ટ્રેઈની DYSPને અપાઈ નિમણૂક
- રાજકોટ સાયબર સેલના એસીપી રબારીને લીંબડી અને એસીપી પંડયાની વલસાડ બદલી: વડોદરાના રાધિકા ભારાઈની રાજકોટમાં નિમણૂક
આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ આઈએએસ અને આઇપીએસની બદલીના હુકમો કરી દેવાય આજે જેના આધારે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સમયે અલગ અલગ કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડરો બહાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ રાજ્યના 65 નાયબ પોલીસ અધિક્ષકની બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે જ્યારે હૈદરાબાદ થી ટ્રેનિંગ લઇ આવેલા આઠ ડીવાયએસપીની નિમણૂક આપવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આજરોજ સમગ્ર ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષકની બદલીઓના ગૃહ વિભાગ દ્વારા ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે જેમાં રાજકોટના ફાયબર સેલના એસીપી વિશાલ રબારી ની લીમડી ખાતે બદલી કરવામાં આવી છે અને એસીપી ભાર્ગવ પંડ્યા ની વલસાડ ખાતે બદલી કરાવી દે આ ઉપરાંત રાજકોટ, રાજકોટ ભશમ ક્રાઈમના ડીવાયએસપી પટેલની ગાંધીનગર રાજકોટ એસીબીના ડિવાઇસ પી પંડયા ની જામનગર અને પશ્ચિમ રેલવે રાજકોટના ડીઓએસપી જે કે ઝાલાની જુનાગઢ એસસી એસટી સેલમાં બદલી કરવામાં આવી છે.
તેની સામે જોઈએ તો ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ ના એસએસ રઘુવંશીની રાજકોટ ગ્રામ્યમાં અમદાવાદ શહેરના એપી જાડેજા ની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે વડોદરા શહેરના ડીવાયએસપી રાધિકા ભારઈની રાજકોટ શહેરમાં અમરેલી સાવરકુંડલાના ડીવાયએસપી વોરા ની રાજકોટ ભશમ માં અને સુરત કંટ્રોલરૂૂમમાંથી આવેલા પરમારની પશ્ચિમ રેલવેમાં નિમણૂક કરવામાં આવી છે.ડાયરેક્ટ ભરતી પામેલા 8 નાયબ અધિક્ષક હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા હતા જેઓની ટ્રેનિંગ પૂર્ણ થતા આ આઠે નાયબ પોલીસ અધિક્ષકને પોરબંદર મહીસાગર બનાસકાંઠા અરવલી છોટાઉદેપુર નર્મદા ભાવનગર અને અમરેલી ખાતે નિમણૂક આપવામાં આવી છે.સુરેન્દ્રનગરના ડીવાયએસપી એચ.પી. દોશીની મદદનીશ નિયામક લાંચ રૂશ્ર્વત વિરોધી બ્યુરો (એસીબી) અમદાવાદ ખાતે બદલી કરવામા આવી હતી.તે હુકમ સિંગલ ઓર્ડરથી ગૃહવિભાગ દ્વારા રદ કરી જૂનાગઢ જિલ્લા ચોકી સોરઠ ટ્રેનિંગ સેન્ટરમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરાવમા આવ્યા છે.