અમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું મોત: વિધાર્થીની અચાનક ઢળી પડી, જુઓ CCTV
અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢતા સમયે છાતીમાં દુખાવો થતાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
https://x.com/Krishna760046/status/1877635111681663254
વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં હતી જો કે હોસ્પિટલમાં હાજર ડોકટરોએ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ હાથ ધરી છે.
કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી નહોતી.
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું હતું કે, ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સીડી પર જઈ રહી હતી તે સમયે છાતીમાં દુખાવો થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો.
એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.