મનપામાં સિટી ઈજનેર સહિત 53 કર્મીઓની બદલી
અનેક ઈજનેરને વધારાનો ચાર્જ સોંપાયો, વોટર વર્કસ વિભાગમાં મોટી સાફસફાઈ
મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળ્યા બાદ મોટાભાગના વિભાગોમાં સાફસફાઈ શરૂ કરી અનેક ઉચ્ચ અધિકારી તેમજ ઈજનેર સહિતના કર્મચારીઓની બદલી કરી છે.
જેમાં ગઈકાલે વધુ 53 સીટી ઈજનેર સહિતના કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે. તેમજ અનેક ઈઝનેરોને વધારાનો ચાર્જ સોંપી અમુકને અપાયેલા ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે વોટરવર્કસ વિભાગમાં મોટી સાફસફાઈ કરી સૌથી વધુ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
મહાનગરપાલિકામાં ગઈકાલે 53 સીટી ઈજનેર સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં કે.પી. દેથરિયા નાયબ કાર્યપાલ ઈજનેર વોટર મેનેજમેન્ટ યુનિટ તથા આજી અને બેડી હસ્તકના વોટર ઓએન્ડ એમનો ચાર્જ, શ્રી એચ. દવે નાયબ કાર્યપાલ ઈજનેર સીવીલ હાલની કામગીરી ઉપરાંત ઈસ્ટઝોન આજી અને બેડી હસ્તકના વોટરવર્કસ પ્રોજેક્ટની કામગીરી જ્યારે ઈસ્ટ ઝોન આજી અને બેડી હસ્તકના વોટર તથા ઝોન હસ્તકના પ્રોજેક્ટનીકામગીરીમાં એ.બી. ગોહેલ એ.ઈ. (ઈલે), આર.કે. ડાભી, એ.એ.ઈ. (ઈલે), એન.ડી. ઉપાધ્યાય વર્ક આસી. (ઈલે.), એ.એસ. ડામોર, વર્ક આસી. (ઈલે.), વી.એચ.વ્યાસ એ.એ.ઈ.(સિવિલ), ડી.પી. ધોળકિયા વર્ક આસિ. (સિવિલ), ડી.વાઈ. ત્રિવેદી ના.કા.ઈ.(મીકે), પી.જી. પ્રજાપતિ એ.એ.ઈ. (મીકે), એસ.જી. પાઠક વર્ક આસી. (મીકે.) ડી.બી. મોરી. એ.ઈ.(મીકે.)ની નિમણુંક કરવામાં આવી છે.
વોટરવર્કસ વિભાગમાં વેસ્ટઝોન ન્યારી અને રૈયાધાર તેમજ વાવડી જેએસઆર અને ન્યારી ઝોન હસ્તકના પ્રોજેક્ટની કામગીરી સોંપવામાં આવેલ છે. જેમાં જે.એ. ઝાલા ના.કા.ઈ.(ઈલે.), એસ.પી. બામણીયા એ.એ.ઈ. (ઈલે.), એમ.એસ. સથવારા વર્ક આસી. (ઈલે.), એસ.બી. છૈયા ના.કા.ઈ. (સિવિલ), વિ.એસ. વ્યારા એ.ઈ. (સિવિલ), જી.એમ. ફફલ એ.એ.ઈ. (સિવિલ), એમ.એમ. વેગડ વર્ક આસી. (સિવિલ), એન.એન. વડગામા વર્ક આસી. (સિવિલ), સી.બી. મોરી ના.કા.ઈ. (મીકે.), એમ.એમ. ભટ્ટ એ.ઈ. (મીકે.), એ.એમ. નળિયાપરા વર્ક આસી. (મીકે.), પી.ટી. પટેલ ના.કા.ઈ (સીવીલ), પી.એમ. દવે એએઈ (સિવિલ), મિલાપ આર. ભાલાણી એ.ઈ. (સિવિલ), વી.પી. ગીણોયા વર્ક આસી. (સિવિલ), એસ.કે. ગડારા વર્ક આસી. (સિવિલ), વી.એચ. ઉમટ ના.કા.ઈ. (મીકે.), એ.એમ. કંઝારિયા એ.એ.ઈ. (મીકે.), શ્રી એચ.જી. ત્રિવેદી વર્ક આસી. (મીકે.) બદલી કરવામાં આવી છે.
સેન્ટ્રલઝોન વોટર મેનેજમેન્ટ યુનિટના 12 મિકેનીકલ સવિલિ ઈલેક્ટ્રીકલ વર્ક આસિસ્ટન્ટની રેલનગર જીએસઆર, માધાપર હેડવર્કસ, ન્યારા જીએસઆર જિલ્લા ગાર્ડન પ્રોજેક્ટ સહિતના વિભાગોમાં બદલી કરાઈ છે.