For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ASIમાંથી PSIના પ્રમોશન સાથે 523ની બદલી

12:32 PM Dec 29, 2023 IST | Bhumika
asiમાંથી psiના પ્રમોશન સાથે 523ની બદલી

ગુજરાતભરના તમામ જિલ્લા મથકો અને શહેરમાં લાંબા સમયથી એએસઆઇ તરીકે ફરજ બજાવતા જવાનોએ ફોજદાર બનવા માટે ખાતાકીય બઢતીની પરીક્ષા આપી હતી. જે બિન હથિયારી મોડ ત્રણ વર્ગ ત્રણની ખાતાકીય પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરાતા 523 ઉમેદવારો ઉત્તિર્ણ થયા હતા.
જે તે સમયે ગુજરાત ભરમાં ઉતિર્ણ થયેલા 523 જવાનોની જે તે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફોજદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ જવાનોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ રાજ્ય સરકારના હુકમથી ડીજી વિભાગે ઉતીર્ણ થયેલા 523 ફોજદારોની અલગ અલગ જિલ્લાઓમાં બદલીઓના હુકમ કર્યા હતા. જે હુકમ પ્રમાણે રાજકોટ શહેરના 10 ફોજદારોની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક કરાઈ છે. તેની સામે 22 ફોજદારોની રાજકોટ શહેરમાં નિમણૂક કરાઈ છે.તેવી જ રીતે ગ્રામ્યમાં 15 જવાનોની અન્ય ટ્રાન્સફર કરાઇ છે. તો તેની સામે છ જવાનોની રાજકોટ ગ્રામ્ય માં નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વધુ ફોજદારોની નિમણૂક કરાતા કમિશનરેટ એરિયામાં સ્ટ્રેંથ વધારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
વિસ્તૃત અહેવાલ જોઈએ તો સુરેન્દ્રનગરના વજુભાઈ કલોતરા અને ઈબ્રાહીમ ભટ્ટીની રાજકોટ શહેરમાં, અમરેલીના જયેશ અમરકોટિયાની રાજકોટ શહેરમાં, રાજકોટ ગ્રામ્યના મજનુભાઈ મનાતની જે તે સ્થળે જ નિમણુક કરાઇ છે. આ ઉપરાંત પ્રકાશભાઈ રાવતની પણ રાજકોટ ગ્રામયમાં જ નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના બાલજીભાઈ પરમાર અને ડાયાભાઈ સુમેરાની રાજકોટ શહેરમાં નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના મૂળજીભાઈ વાઘેલાની પણ રાજકોટ ગ્રામ્યમાં નિમણૂક અપાઈ છે. ભુજના વનરાજસિંહ ઝાલા ની રાજકોટ શહેર ઘનશ્યામસિંહ જાડેજાની રાજકોટ ગ્રામ્ય જામનગરના સંજય કુમાર ભટ્ટની રાજકોટ ગ્રામ્ય, બનાસકાંઠાના અબ્દુલ રહેમાન મકરાણીની રાજકોટ શહેર, બનાસકાંઠાના કાંતિલાલ વડનગરાની રાજકોટ શહેર, બનાસકાંઠાના વારીસઅલી પરમારની રાજકોટ શહેર, બનાસકાંઠાના શોકતુલ્લાહખાન સિંધી ની રાજકોટ શહેર, બનાસકાંઠાના પ્રકાશચંદ્ર પઢીયારની રાજકોટ શહેર, બનાસકાંઠાના હિદાઈતુલા સિંધીની રાજકોટ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્યના લક્ષ્મણભાઈ ડીંડોરાની રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્યના દીપક જોગેલાની મોરબી, રાજકોટ ગ્રામ્યના મોહમ્મદ રફીક ચૌહાણની દ્વારકા, રાજકોટ ગ્રામ્યના લાભુભાઈ સોઢાતરની અમરેલી, રાજકોટ ગ્રામ્યના મુસ્તુફાખાન ચૌહાણની અમરેલી, રાજકોટ ગ્રામ્યના અરવિંદકુમાર પરમારની જુનાગઢ, રાજકોટ ગ્રામ્યના પ્રભાતભાઈ બાલાસરા ની જુનાગઢ, રાજકોટ શહેરના ફરીદાબેન કથીરીની અમરેલી, રાજકોટ શહેરના બીપીન ગઢવીની પોરબંદર, રાજકોટ શહેરના પ્રવિણસિંહ ઝાલાની જુનાગઢ, રાજકોટ શહેરના રાજેશકુમાર સોલંકીની રાજકોટ ગ્રામ્યમાં, ભુજના શૈલેન્દ્રસિંહ જાડેજાની રાજકોટ શહેર, રાજકોટ શહેરના જયસુખલાલ હુંબલની પોરબંદર, રાજકોટ શહેરના જ્યોત્સનાબેન માઢકની જુનાગઢ, રાજકોટ શહેરના પારૂૂલબેન સોલંકીની જુનાગઢ, રાજકોટ શહેરના મધુબેન પરમારની જામનગર, રાજકોટ ગ્રામ્યના ધર્મિષ્ઠાબેન ભંડેરીની જુનાગઢ, વર્ષાબેન લગધીરની જુનાગઢ, જામનગરના પુનિતભાઈ મકવાણાની રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્યના નિર્મળાબેન બારોટની પશ્ચિમ રેલવે અમદાવાદ, સરોજબાળાબેન સાંગાણીની જુનાગઢ, કિરણબેન બલદાણીયાની પોરબંદર, મોરબીના નજરૂૂદ્દીન માસાકપુતરાની રાજકોટ શહેર, રાજકોટ શહેરના વનિતાબેન બોરીચાની મોરબી, ગીર સોમનાથના સંગ્રામસિંહ ગોહિલ,દિનેશભાઈ ગોહેલ, લખમણભાઇ મેતા, પ્રિયાબેન ગોહિલ, મુકેશકુમાર મોવલીયા, કેતનભાઇ જાદવ, મેસૂરભાઈ વરુ, મુળુભાઈ સોલંકી, હિતેશભાઈ રાવલ અને ઈકબાલ બેલીમની રાજકોટ શહેરમાં નિમણૂક કરાઇ છે, રાજકોટ ગ્રામ્યના પ્રવીણ વાઘેલાની જુનાગઢ રાજકોટ શહેરના જયેન્દ્રસિંહ પરમાર ની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, દ્વારકા, સહિતના શહેરોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement