ટેક્નિકલ કામગીરીને કારણે રાજકોટ આવતી અને ઉપડતી ટ્રેનોને અસર
કેટલીક ટ્રેનો આંશિક રદ કરાઇ તો કેટલીક ટ્રેનના સમયમાં અને રૂટમાં બદલાવ કરાયો
રાજકોટ ડીવીઝનમાં રેલવે વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીને કારણે રેલ વ્યવહારને અસર થશે જેના કારણે કેટલીક ટ્રેનો આંશીક રદ કરાઇ છે. ઉપરાંત ટેકનીકલ કારણસર કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે તો કેટલીક ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામગીરીના લીધે 08.07.2024 સુધી જે ટ્રેન આંશિક રદ કરાઇ છે તેમાં ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ 07.07.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ 01 થી 08 સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે તેમજ ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 07 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 08 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઉપરાંત 1, 4 અને 6 ના રોજ, બાંદ્રાથી ચાલતી ટ્રેન નં.22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રા થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તા.02, 05 અને 7.07.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટેકનિકલ કારણોસર, ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 30 જૂનથી 2 જુલાઈ સુધી, 2024 દરમિયાન ડાઈવર્ટ કરાયેલા રૂૂટ પરટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 30.06.2024 થી 02.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈ ને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક 45 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 30.06.2024 થી 02.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળ થી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક 55 મિનિટ મોડી એટલે કે 03.00 વાગ્યે ઉપડશે.
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-જડચર્લા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ફરીથી મહબૂબનગર સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત, કાચેગુડા-મહબૂબનગર વચ્ચેના સ્ટેશનો પર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટથી મેડચલ સુધીના સ્ટેશનોના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર વીકલી સ્પેશિયલ 1-7-24 થી 30-9-24 સુધી દર સોમવારે રાજકોટથી બપોરે 1:45 કલાકે ઉપડશે અને મંગળવારે રાતે 8 કલાકે મહબૂબનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલ, 2થી 1-1-24 સુધી મહબૂબ નગરથી દર મંગળવારે રાતે 10:10 કલાકે ઉપડશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે.