રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકમેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા અંગેની તાલીમ યોજાઈ

04:53 PM Aug 20, 2024 IST | admin
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છના સૌ પ્રથમ આયોજિત વર્કશોપમાં 11 જિલ્લાના અધિકારીઓ જોડાયા, કલેક્ટર પ્રભવ જોશીએ માર્ગદર્શન આપ્યું

Advertisement

દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 24થી 28 ઓગસ્ટના પાંચ દિવસ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ‘ધરોહર લોકમેળો-2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લોકમેળામાં ઉમટી પડનારા માનવ મહેરામણનું નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂૂપે સંભવત: રાજ્યભરમાં પ્રથમ વખત તાલીમ અને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેનો શુભારંભ કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો. લોકમેળામાં વિશાળ જનમેદની એકઠી થતી હોય છે, ત્યારે આવા સ્થળ પર આપત્તિ કે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે.

આ સમયે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના કર્મચારીઓએ ડીઝાસ્ટર સંબંધિત કૌશલ્ય તાલીમ મેળવેલી હોય તો પૂર્વ આયોજન થકી આવી ઘટનાઓને બનતા પહેલા જ રોકી શકાય તથા જાનહાની ટાળી શકાય. આ ઉદ્દેશ સાથે ભારત સરકારના ગૃહ વિભાગ અંતર્ગત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હીનાં તજજ્ઞો દ્વારા રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે લોકમેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનનું માર્ગદર્શન તેમજ તાલીમ આપવા માટે તાલીમ કાર્યશાળા યોજાઈ હતી.

આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટના ધબકાર સમાન લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે 8 લાખથી 10 લાખની મેદની ઉમટી પડતી હોય છે. આવા સમયે દુર્ઘટના બનતી રોકવા માટે પ્રવેશદ્વારની સંખ્યા વધારવામાં આવી છે, દુકાનોની સંખ્યા ઘટાડવામાં આવી છે, વીમાકવચની રકમ અને 108 એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારાઈ છે.

સાથેસાથે લાખોની ભીડને અંકુશમાં લાવવા ટેકનીકલ માર્ગદર્શન ખૂબ જ સહાયરૂૂપ બને છે. ત્યારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંભવત જિલ્લા કક્ષાએ પ્રથમ વખત તાલીમ અપાઈ રહી છે. તજજ્ઞોના મેનેજરીયલ નોલેજનો લાભ લોકમેળામાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે ચોક્કસપણે ઉપયોગી બની રહેશે, તેવી ખાતરી છે. એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટમાં નસ્ત્રભીડ વ્યવસ્થાપન માટે પોલીસની ભૂમિકા ખૂબ ઉપયોગી છે.

ઇવેન્ટ શાંતિથી પૂર્ણ થાય, એ માટે પોલીસ વિભાગ ખૂબ અગાઉથી જ વ્યવસ્થાપન માટે આયોજન કરતું હોય છે. ક્રાઉડનું બેકગ્રાઉન્ડ, હવામાન, ઇવેન્ટનો પ્રકાર આ બધાનાં ટેકનિકલ મેનેજમેન્ટનાં એન્ગલને ખૂબ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે અહીં યોજાઇ રહેલું વર્કશોપ ખૂબ ઉપયોગી બની રહેશે. મ્યુનિસિપલ કમિશનર દેવાંગભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઉત્સવપ્રિય પ્રદેશ હોવાથી અહીં અનેક ઉત્સવો યોજાતા રહે છે. અને આવા ઉત્સવોમાં ખૂબ બધી ભીડ થતી રહે છે. જેમાં નાસભાગ કે ફાયર ઈન્સિડન્ટ બનવાની શકયતા રહે છે. આ બનાવોને બનતા અને કાબૂમાં લેવા માઈક્રો મેનેજમેન્ટ ખૂબ જરૂૂરી છે. જેના માટે આ ઉચ્ચકક્ષાનાં તજજ્ઞોનો સેમિનાર ખૂબ ઉપયોગી બની રહેશે.

Tags :
disaster managementgujaratgujarat newslokmelalokmelanewsrajkotTraining on crowd management
Advertisement
Next Article
Advertisement