For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામરાવલ ગામે સારવારના અભાવે તરુણીનું કરુણ મોત

12:39 PM Aug 30, 2024 IST | Bhumika
જામરાવલ ગામે સારવારના અભાવે તરુણીનું કરુણ મોત
Advertisement

ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા થયેલા રાવલ ગામની તરુણીનું મોત થતા પરિવારજનોમાં રોષ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું જામ રાવલ ગામ દર વખતે ભારે વરસાદની પરિસ્થિતિમાં સંપર્ક વિહોણું બની જાય છે. આ જ પરિસ્થિતિ પુન: છેલ્લા બે દિવસથી નિર્માણ પામી છે. જામ રાવલ ગામ આસપાસ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે વર્તુ નદીના પૂરના લીધે ગામ વિખૂટું પડી ગયું હતું.

Advertisement

રાવલ ગામે બેટમાં ફેરવાઈ જતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાવલ હનુમાનધાર વિસ્તારમાં રહેતા કેશુભાઈ મારુ નામના એક આસામીની 15 વર્ષની પુત્રી મંગુબેન ગંભીર રીતે બીમાર હોવાનું જણાતા તેમને પ્રાથમિક સારવાર અર્થે તંત્રને જાણ કરી હતી. પરંતુ સતત 8 કલાક જેટલા સમયગાળા સુધી તેમને જરૂૂરી સારવાર ન મળી શકતા આખરે જે.સી.બી.ના સુપડા (બકેટ)માં બેસાડીને તેણીને ધસમસતા પાણીના પ્રવાહમાં સારવાર અર્થે લઈ જવાતી હતી. પરંતુ જરૂરી સારવાર મળે તે પૂર્વે મંગુબેન મારુએ અંતિમ શ્વાસ લીધા હતા. સારવારના અભાવે તરુણીનું મૃત્યુ નીપજતા મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે રોષની લાગણી જોવા મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement