For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાટિયા નજીક ટ્રકની અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

12:18 PM May 17, 2025 IST | Bhumika
ભાટિયા નજીક ટ્રકની અડફેટે યુવાનનું કરૂણ મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા જયકુમાર કરસનભાઈ રાવલીયા નામના 30 વર્ષના યુવાન ભાટિયા બાયપાસના ઓવરબ્રિજ નજીક દ્વારકા બાજુના છેડેથી ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમય પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 8132 નંબરના એક ટ્રકના ચાલકે તેમને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક જયકુમાર રાવલિયાના મામા સામતભાઈ મારખીભાઈ ચાવડાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ટ્રકની ઠોકરે વૃધ્ધનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતા ધીરજલાલ જમનાદાસ મેસવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ ગુરુવારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 8308 નંબરના એક ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગ અંગે મૃતકના પુત્ર યોગેશકુમાર ધીરજલાલ મેસવાણીયા (રહે. હાલ જામજોધપુર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

ટ્રેકટરની ઠોકરે બાઈક ચાલક ઈજાગ્રસ્ત
દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા લખમણભાઈ સતુભા માણેક નામના 33 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે 28 કી.મી. દૂર દ્વારકા - સોમનાથ હાઈવે માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 જે. 2764 નંબરના ટ્રેક્ટરના ખીમાભાઈ ડોસાભાઈ ભાતાણીએ લખમણભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે દ્વારકા પોલીસે લખમણભાઈ માણેકની ફરિયાદ પરથી ટ્રેક્ટર ચાલક ખીમાભાઈ ડોસાભાઈ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Advertisement

દ્વારકામાં યુવાન ઉપર જીવલેણ હુમલો: છ શખ્સો સામે ફરિયાદ
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સોયબ ઉર્ફે મીની અલાઉદ્દીન બોલીમ નામના 34 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને બશીર રાઠોડ અને રવિભાઈ બ્રાહ્મણ ઉપરાંત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી અને ગેરકાયદેસર રીતે મંડળી રચીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમને પગમાં સાત તેમજ હાથમાં ત્રણ ફેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સંદર્ભે દ્વારકા પોલીસે રાયોટીંગ તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ડી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.

બે શખ્સો દારૂૂ સાથે ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રકાશ અનિલભાઈ ચાનપા અને ભાવેશ દેવાયતભાઈ ચાનપા નામના બે શખ્સોને પોલીસે વિદેશી દારૂૂની પાંચ બોટલ તેમજ મોબાઇલ ફોન ઉપરાંત સુઝુકી એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 52,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતો શ્યામ ચાસીયા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે મીઠાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર તાબેના ભીમરાણા ગામના મયુર કાપડી નામના શખ્સ દ્વારા રાખવામાં આવેલી રૂૂ. 3372/- ની કિંમતની 6 વિદેશી દારૂૂની બાટલીઓ પોલીસે કબજે કરી હતી. આ પ્રકરણમાં આરોપી મયુર કાપડી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement