કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
કપરાડા તાલુકાના ઊંડાણના ગામમાં ફરજ બજાવતા મહિલા ગ્રામસેવક પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ મહિલા ગ્રામસેવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા જ તેમની સગાઈ નક્કી થઈ હતી અને ફેબ્રુઆરીમાં આ યુવતીના લગ્ન થવાના હતા.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઊંડાણના ગામમાં ફરજ બજાવતા કૃપાલીબેન સાંગાણી જેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની ફરજ ઉપર મોપેડ લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન દિનબારી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર પાછળથી આવતી એક ટ્રક કે જેનો નંબર એમ એચ 11 ડીડી 4272 ના ચાલકે તેમની મોપેડ નંબર જી જે 03 જે એ 3245ને ટકર મારતા તેઓ રોડ ઉપર નીચે પટકાયા હતા. જે બાદ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
કૃપાલીબેન ભાવેશભાઈ સાંગાણી મૂળ રહેવાસી રાજકોટ જેવો કપરાડા તાલુકાના સાહુડા સેજામાં આવેલા સરોવર ટાટી અને સિંગર ટાટી ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ધરમપુર ખાતે હાલ રહેતા હતા અને ત્યાંથી કપરાડા ખાતે પોતાની મોપેડ ઉપર રોજ અપડાઉન કરતા હતા. તેમના મૃતદેહને કપરાડાથી રાજકોટ લઈ જવા માટે તેમના સહકર્મી અને સરકારી કર્મચારીઓ પીએમ કરાવ્યા રાજકોટ લઈ જશે.