For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી પંથકમાં ગેરકાયદેસર સીરપની હેરાફેરી બેરોકટોક ચાલુ : 90 હજાર બોટલ સાથે ટ્રક પકડાયો

11:58 AM Mar 11, 2024 IST | Bhumika
મોરબી પંથકમાં ગેરકાયદેસર સીરપની હેરાફેરી બેરોકટોક ચાલુ   90 હજાર બોટલ સાથે ટ્રક પકડાયો

મોરબીના રંગપર નજીક ગોડાઉનમાંથી કરોડોની કિમતનો નશાયુક્ત સીરપનો જથ્થો ઝડપાયો હતો જે પ્રકરણમાં મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે જે ઝડપાયેલ આરોપી કફ સીરપને રી પેકિંગ કરી ટાઈલ્સની આડમાં ત્રિપુરા મોકલતો હોવાનો ખુલાસો થવા પામ્યો છે અગાઉ ત્રણ વખત ગાડી મંગાવી ચુક્યો હતો અને ચોથી ગાડી મંગાવતા પોલીસની ઝપટે ચડી ગયાનું તપાસ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે

Advertisement

મોરબી એલસીબી ટીમે રંગપર નજીક આર ટાઇટલ નામના ગોડાઉનમાં રેડ કરી કફ સીરપનો જથ્થો 90 હજાર બોટલ કીમત રૂૂ 1,84,93,200 ચોખાની કુલ બોરીઓ નંગ 630 વજન કિલો 15750 કિલો કીમત રૂૂ 4,41,000 ટ્રક ટીએસ 06 યુબી 7789 કીમત રૂૂ 15 લાખ, 3 મોબાઈલ કીમત રૂૂ 15 હજાર અને રોકડ રૂૂ 7 હજાર સહીત કુલ રૂૂ 2,04,56,200 ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી મનીષ હરિભાઈ ઝાલાવાડિયા તેમજ ટ્રક ચાલક અને ટ્રક ક્લીનરને ઝડપી લીધા હતા તો ગોડાઉન ભાડે રાખી માલ મંગાવનાર રવિકુમાર મહિપત કંડિયા, ત્રિપુરાથી માલ મોકલનાર સાજેદા ટાઈલ્સ વાળા મસુદ આલમ અને મોબાઈલનો વપરાશ કરનાર એમ ત્રણ ઈસમો ફરાર હોય જેથી એ ડીવીઝન પોલીસ ટીમે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવતા મુખ્ય આરોપી રવિ મહિપત કંડિયાને ઝડપી લેવામાં આવ્યો છે.

ગત 20 ફેબ્રુઆરીથી ગોરખધંધો શરુ કર્યો, રી-પેકિંગ કરી ટાઈલ્સની આડમાં ત્રિપુરા મોકલતો મોરબી એ ડીવીઝન પીઆઈ એચ એ જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી અને સીરપ કાંડનો મુખ્ય આરોપી રવિ કંડિયાને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી રવિ કંડિયા ધનબાદથી માલ મંગાવતો હતો અને રી પેકિંગ કરી ટાઈલ્સની આડમાં ત્રિપુરા મોકલતો હતો જે ગોરખ ધંધો ગત તા. 20 ફેબ્રુઆરીએ શરુ કર્યો હતો અગાઉ 3 વખત ગાડી મંગાવી ચુક્યો હતો અને ચોથી ગાડી મંગાવી ત્યારે પોલીસે ઝડપી લીધો હતો આરોપી રવિ ત્રિપુરાથી માલ મોકલનાર મસુદ આલમના સંપર્કમાં હતો અને તેની સાથે મિલીભગતથી ગોરખધંધો ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement