રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેર બાયપાસ નજીકનો પુલ બેસી જતાં વાહન વ્યવહાર બંધ કરાવતું તંત્ર

12:40 PM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં બાયપાસ ઉપર આવેલ મચ્છુ નદી ઉપર 24 વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ ઉપરથી સતત હેવી વાહનોની અવરજવરને કારણે પુલ નબળો પડી જતા મધ્યભાગમાંથી પુલ બેસી જતા જોખમી બનેલા આ પુલ ઉપરથી તાકીદની અસરથી માટી ઠાલવી દઈ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે, સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી ગાંધીનગર વળી કચેરીને રિપોર્ટ કરવામાં આવતા હવે ગાંધીનગરની ટિમ પુલની ચકાસણી કરી આગળનો નિર્ણય લેનાર હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં બાયપાસ રોડ ઉપર રાતીદેવડી તેમજ પંચાસર રોડને જોડતો મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલ પુલ આજે અચાનક જ વચ્ચેથી બેસી ગયો હોવાનું સામે આવતા મોરબી માર્ગ અને મકાન વિભાગના હળવદ ડિવિઝન હેઠળ આવતા આ પુલની ઈજનેર સંદીપ કડીવાર સહિતની ટીમ દ્વારા ચકાસણી કરી તાત્કાલિક ધોરણે પુલ ઉપર માટીની આડશ અને બેરિકેટિંગ કરાવી આ પુલ ઉપરથી વાહનો માટેની અવરજવર બંધ કરવામાં આવી છે. વધુમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી સંદીપ કડીવારે જણાવ્યું હતું કે, વાંકાનેરના જડેશ્વરથી નેશનલ હાઈવેને જોડતા મચ્છુ નદીના પુલને હાલમાં બંધ કરવામાં આવતા વાંકાનેર શહેરમાંથી તમામ વાહનો પસાર થઇ શકશે, નોંધનીય છે કે, વર્ષ 2000માં બનેલ આ પુલ ઉપરથી હેવી વાહનો પસાર થવાને કારણે પુલ બેસી ગયો હોવાનું પ્રાથમિક તારણ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું છે. સાથે જ ગાંધીનગરથી આ પુલની તપાસણી માટે એક ટિમ આવશે અને જુદા જુદા ટેસ્ટિંગ બાદ પુલની મરામત કરવા અંગે નિર્ણય લેવામાં આવશે તેવું માર્ગ અને મકાન વિભાગના અધિકારી સંદીપ કડીવારે જણાવ્યું હતું.

Tags :
Bridgegujaratgujarat newsWankaner Bypass
Advertisement
Next Article
Advertisement