ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રાખવા સૂચના

03:36 PM Apr 08, 2025 IST | Bhumika
Advertisement

હીટવેવના પગલે તંત્ર દ્વારા એક્શન પ્લાન, કલેક્ટરે તમામ વિભાગોની યોજેલી બેઠક

Advertisement

બસ સ્ટેશન-રેલવે સ્ટેશન-બજારો સહિતના સ્થળે ઓ.આર.એસ. અને છાસ કેન્દ્રો શરૂ કરાશે, પાણીની પણ વ્યવસ્થા

કારખાનાઓ-બાંધકામ સાઈટો તડકામાં બંધ રાખવા તાકીદ, આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પૂરતો સ્ટોક રાખવા સૂચના

રાજકોટમાં ગઈકાલે ઉનાળાની સિઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાતા આકાશમાંથી જાણે અગન જ્વાળા વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે, ત્યારે હીટવેવને લઈને ગઈકાલે કલેકટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હીટ ફોર્સ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં હીટવેવ સામેના એક્શન પ્લાનના મજબૂત અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વધતી ગરમી-હીટવેવ સામે લડવા માટે વિવિધ સ્તરની સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, ગરમીના સમયમાં આગામી 30 જૂન સુધી શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે. જેથી બાળકોને તડકામાં અવરજવર ન કરવી પડે. રાજકોટ શહેર સહિત જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાં સરકારી શાળાઓ તેનું ખાસ પાલન કરે તે ચકાસવા કલેક્ટર દ્વારા અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.

લોકોની અવર જવર વધુ છે એવા સ્થળો જેવા કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બજારો સહિતના સ્થળે ઓ.આર.એસ. કેન્દ્રો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી છાશ કેન્દ્રો શરૂૂ કરવા અને તેની સંખ્યા વધારવા, બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ કરવા સહિતના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગરમીના સમયમાં કારખાના કે ફેક્ટરીઓમાં તેમજ બાંધકામ સાઈટો પર કામ કરતા મજૂરોના કામકાજનો સમય બદલવા પણ સૂચના આપવામાં આવી હતી.

દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા જણાવાયું ઉનાળામાં હીટવેવની સ્થિતિ વચ્ચે ઝાડા તેમજ ચક્કર સહિતના કેસો વધતા હોય છે, ત્યારે આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓમાં ઓ.આર.એસ., ઝીંક સહિતની લાગુ પડતી દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા જણાવાયું હતું. કલેક્ટરના નિર્દેશાનુસાર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા વિવિધ વિભાગોને હીટવેવ માટે અનુસરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

સરકારી શાળાઓનો સમય સવારનો કારાયો શાળાઓનો સમય સવારની પાળીનો કરવા અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ નિયમ વર્ષોથી ઉનાળામાં લાગૂ પડે છે તે રીતે સરકારી પ્રાથમિક શાળાઓ હાલ 93 જેટલી છે. જેમાંથી 40 જેટલી શાળાઓ બપોરની પાળીમાં ચાલે છે. જેનો સમય સવારનો કરવામાં આવેલો છે. જ્યારે આ નિયમ ખાનગી શાળાઓને લાગુ પડતો નથી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, વિવિધ પ્રાંત અધિકારીઓ, આર.ટી.ઓ., વન વિભાગ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ, સિવિલ હોસ્પિટલ, જી.એસ.આર.ટી.સી. સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ શરૂ કરાયો

રાજકોટમાં પડી રહેલા હિટવેવના પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. અને સિવિલ હોસ્પિટલમાં હિટવેવના દર્દીઓ માટે અલાયદો20 બેડનો વોર્ડ શરૂ કરવામાં આવેલ છે. અને ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવા સહિતના કેસો ધ્યાને લઈ ઓઆરએસ, ઝીંક સહિતની લાગુ પડતી દવાઓનો સ્ટોક કરી લેવામાં આવેલ છે. તેમજ તબીબો અને નર્સિંગ સ્ટાફને પણ ખાસ ફરજ સોંપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsHeat waverajkotrajkot newsSummerTraffic signals
Advertisement
Next Article
Advertisement