રાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાત
કોલેજિયન યુવતીએ ડ્રિપેશનમાં આવી અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો
રાજકોટ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી કૈલાશ નગર સોસાયટીમા રહેતી કોલેજીયન યુવતીએ પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે ગાંધીગ્રામ પોલીસનાં સ્ટાફે જરુરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો.
વધુ વિગતો મુજબ ગાંધીગ્રામનાં કૈલાશ નગર શેરી નં ર રહેતી જીલ જયંતભાઇ રાજપરા (સોની ) (ઉ. વ. ર1 ) નામની યુવતીએ ગઇકાલે પોતાનાં ઘરે પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ લેતા તેમને તુરંત સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરી હતી . આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ મિહીરસિંહ બારડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા . અને યુવતીનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડયો હતો . તેમજ જરુરી કાગળો કર્યા હતા.
પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે મૃતક જીલ બે બહેનમા મોટી અને તેમનાં પિતા સોની વેપારી છે. અને જીલ બીએસસી સુધીનો અભ્યાસ કરેલો છે . આ યુવતીએ અગાઉ ડીપ્રેશનનાં કારણે બે વખત ફીનાઇલ પી ને અને ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગઇકાલે પિતા-માતા અને બહેન ત્રણેય પ્રસંગમા ગયા હતા. ત્યારે જીલ ઘરે એકલી હોય શ્ર્વાનને બાંધવાની સાંકળ બારીમા બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. જયારે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે દીકરીને ગળેફાંસો ખાધેલી હાલતમા જોતા તેઓ પણ બુમાબુમ કરવા લાગ્યા હતા અને આજુબાજુનાં લોકો દોડીને આવી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. યુવતીએ ડીપ્રેશનને કારણે આ પગલુ ભરી લીધાનુ પ્રાથમીક તપાસમા જાણવા મળી રહયુ છે.
