રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટ્રાફિક જમાદાર એમ.ડી.પરમારનું હાર્ટએટેકથી મૃત્યુ: પોલીસ બેડામાં શોક

05:36 PM Jul 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વધુ એક બનાવમાં શહેર પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિક જમદાર મહેન્દ્રભાઇ પરમારનું હાર્ટએટેકથી મોત મૃત્યુ નીપજતા પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાઇ જવા પામ્યો છે. તેઓને ગઇકાલે છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાયપાસ સર્જરી બાદ બીજો એટેક આવ્યો હતો. જે જીવલેણ નીવેડીયો હતો. મૃત્પુ પામનાર જમાદારની વતન વઢવાણમાં અંતિમવીધી કરવામાં આવશે.

જાણવા મળતિ વિગત મુજબ શહેર પોલીસ ટ્રાફિક બ્રાંચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને રામનાથ પરા પોલીસ લાઇનમાં રહેતા મહેન્દ્રભાઇ ડાયાભાઇ પરમાર (ઉ.વ.46)ને ગઇકાલે છાતીમાં દુખાવો ઉપડાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાર્ટએટેકની અસર હોવાનું નિદાન થતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઇકાલે તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે તેમના પુત્રને હોસ્પિટલના રૂમમાંથી ચા લેવા માટે નીચે મોકલ્યો હતો. ત્યારે મહેન્દ્રભાઇને એકા એક બીજો જોરદાર હાર્ટએટેક આવ્યો હતો. જે જીવલેણ સાબિત થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની જાણ થતા સ્વજનો અને પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં તેઓ મૂળ વઢવાણના વતની હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જણાવા મળ્યું છે. મહેન્દ્રભાઇ વર્ષ 1958માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. તેઓએ 25 વર્ષના સમયમાં શહેર પોલીસમાં પ્ર.નગર, માલવિયા નગર એ-ડીવીઝન, આજી ડેમ અને હાલ ટ્રાફીક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. મહેન્દ્રભાઇના મૃતદેહને વતન વઢવાણ ખાતે લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેમની અંતિમવિધી કરવામાં આવશે. આ બનાવથી પરિવારજનો અને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement