રાજકોટ-જેતપુર હાઇવે ઉપર 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામ
કલાકો સુધી લોકો વાહનોમાં ફસાઈ રહેતા ભારે દેકારો
રાજકોટ- જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર ગઈ કાલે સાંજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ જેતપુર સિક્સ લાઈનની કામગીરી ચાલતી હોય હાઇવે રોડનું કામ ચાલુ હોવાને કારણે ટ્રાફિકજામની સમસ્યા અવારનવાર સર્જાય છે. એક તરફ સિક્સ લાઈનની કામગીરીના કારણે હાઇવે કોન્ટ્રાક્ટરે એક વાહન ચાલી શકે તેવી ડાયવર્ઝનની વ્યવસ્થા કરી છે. રોડની કામગીરી ચાલતી હોય અવારનવાર ટ્રાફિક જામ થાય છે. રાજકોટ જિલ્લા અને તાલુકા પોલીસ અને જિલ્લાની અન્ય બ્રાન્ચોને પણ ટ્રાફિક ક્લિયર કરવા હાઇવે પર આવવું પડે છે. ત્યારે ગઈકાલે સાંજે ફરી ટ્રાફિક સર્જાયો હતો ત્યારે રાજકોટથી જેતપુર નેશનલ હાઇવે પર ભુણાવા, બિલિયાળા, ભોજપરા, ચોરડી, ગોમટા, ચરખડી, વીરપુર અને કાગવડ નજીક હાઇવે પર સિંગલ લાઈનમાં વાહન પસાર થઈ રહ્યા છે તેને લઈને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.