For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રાફિકના દંડની રકમ સીધી ફાસ્ટેગમાંથી કપાશે

04:29 PM Jul 17, 2024 IST | admin
ટ્રાફિકના દંડની રકમ સીધી ફાસ્ટેગમાંથી કપાશે

ઈ-ચલણ ભરવામાં અખાડા કરતા વાહનચાલકોને સાણસામાં લેવા સરકારનો વ્યૂહ, ચાલુ માસના અંતથી ચાર ટોલનાકા ઉપર નવી યોજનાનો પ્રાયોગિક અમલ, પ્રથમ તબક્કામાં પેસેન્જર-ભારવાહકોનો સમાવેશ

Advertisement

ગુજરાતમાં ટ્રાફિકના નિયોના ભંગ બદલ વાહન ચાલકોને અપાતા દંડના ચલણની ચૂંકવણી મોટાભાગના વાહન ચાલકો કરતા નહીં હોવાથી હવે રાજ્ય સરકારે વાહન ચાલકોને અપાતા ઈ-ચલણને ફાસ્ટટેગ સાથે જોડવા નિર્ણય લીધો છે. અને ઈ-ચલણની રકમ સીધી જ ફોસ્ટટેગમાંથી કાપીલેવાની યોજના બનાવી છે.

રાજ્યના પરિવહન વિભાગ દ્વારા જૂલાઈના અંતથી રાજ્યના ચાર ટોલનાકા ઉપર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. અને પ્રથમ તબક્કામાં પીળી નંબર પ્લેટ વાળા, કેબ ટેક્સી, ભરવાહક વાહનો અને બસોમાં આ નવી પધ્ધતિનો અમલ કરવામાં આવશે અને ત્યાર બાદ બીજા તબક્કામાં ખાનગી વાહનોને આવરીલેવાશે. તેવું રાજ્યના પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

Advertisement

વાહનોના વીમો, પીયુસી, આસ.સી બુક તેમજ ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકોને અપાતા ઈ-ચલણને ભવિષ્યમાં ફાસ્ટટેગ સાથે જોડી દેવાની યોજના છે.તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

હાલ વાહન ચાલકોને અપાતા વિવિધ દંડની મોટાભાગની રકમ આવતી નથી અને વાહન ચાલકો ઈ-ચલણની રકમ ભરતા નહીં હોવાથી અદાલતી વિવાદો પણ ઉભા થાય છે પરંતુ ઈચલણને ફાસ્ટટેગ સાથે જોડીદેવાથી આ સમસ્યાનો અંત આવવાની અને સરકારને ત્વરીત દંડની રકમ મળી જવાની ધારણા છે.

ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ શરૂૂઆતમાં ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશનનો ઉપયોગ કરીને પરિવહન વાહનોને લક્ષ્ય બનાવશે, જેમાં પછીના તબક્કા માટે ખાનગી વાહનોની યોજના છે.

રાજ્યના પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે જુલાઈના અંતમાં ચાર ટોલ ટેક્સ ચેકપોઇન્ટ પર પ્રોજેક્ટ શરૂૂ કરીશું. પ્રથમ તબક્કામાં, અમે પરિવહન વાહનો (પીળી નંબર પ્લેટ, કેબ ટેક્સી, માલસામાન વાહનો, બસો અને અન્ય)નો સમાવેશ કર્યો છે. બીજા તબક્કામાં ખાનગી વાહનો ઉમેરવામાં આવશે.
રાજ્ય સરકાર ઈચલણની રકમ નહીં ચૂકવતા વાહન ચાલકો સામે ગંભીર છે. ઈચલણ હાલમાં ટ્રાફિકના ઉલ્લંઘન માટે ડ્રાઇવરોને મોકલવામાં આવે છે પરંતુ ઘણીવાર તેને નજર અંદાજ કરી ચુકવણું કરવામાં આવતુ નથી.
પછી તે પરિવહન વાહન હોય કે ખાનગી વાહન, દરેક વાહન પાસે જરૂૂરી દસ્તાવેજો અને મંજૂરીઓ હોવી આવશ્યક છે. જો કે, મોટી સંખ્યામાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેથી જ અમે નઈ-ડિટેક્શન પ્રોજેક્ટથ અમલમાં મૂકી રહ્યા છીએ તેમ પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
અમે પ્રાથમિક તબક્કે પવ્હીકલ મોડ્યુલથ અને ઈ-ચલાનને જોડી રહ્યા છીએ

જેથી કરીને ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ માટે તમામ વાહનોનો ડેટા અને તેમના જરૂૂરી દસ્તાવેજો, મંજૂરીઓ અને પરમિટ ઉપલબ્ધ હોય તેમ તેમણે ઉમેર્યું.

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પરના ટોલ કલેક્શન કેન્દ્રોને પ્રોજેક્ટમાં એકીકૃત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, આ ટોલ પ્લાઝા પરના ઓપરેટરો દરરોજ તમામ પરિવહન વાહનોનો ડેટા ઈ-ડિટેક્શન સોફ્ટવેર પર અપલોડ કરશે.

આ ડેટાને વ્હીકલ સોફ્ટવેર સામે ચકાસવામાં આવશે અને બાકી વીમા, પીયુસી પ્રમાણપત્રો, પરમિટ, ટેક્સ અથવા ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતા કોઈપણ પરિવહન વાહનોને ઈ-ચલાન સોફ્ટવેર દ્વારા ચલણ જારી કરવામાં આવશે અને દંડ કરવામાં આવશે. વાહન માલિકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ પણ પ્રાપ્ત થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement