For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એરપોર્ટ ચેકપોસ્ટ અને ખોખડદળ પાસે ટ્રાફિક ડ્રાઇવ, 414 વાહન ચાલકો દંડાયા

04:20 PM Jul 10, 2024 IST | Bhumika
એરપોર્ટ ચેકપોસ્ટ અને ખોખડદળ પાસે ટ્રાફિક ડ્રાઇવ  414 વાહન ચાલકો દંડાયા
Advertisement

ટ્રાફિકના નિયમોનું કડકાઇથી પાલન કરાવવા માટે છેલ્લા કેટલાય દિવસથી ડીસીપી પૂજા યાદવની આગેવાનીમાં દરરોજ શહેરમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા કેટલાક દિવસથી સતત મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી રહી છે.મોટી સંખ્યામાં વાહનો ડીટેઇન પણ કરવામાં આવી રહ્યા છે.ત્યારે ટ્રાફિક પોલીસે હીરાસર એરપોર્ટ ચેકપોસ્ટ તેમજ ખોખડદડ પુલ પાસે ટ્રાફિકની અલગ અલગ ટીમોએ વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ હેલ્મેટ અને ઓવર સ્પીડ ની ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કુલ રૂૂપિયા ત્રણ લાખનો દંડ વસૂલ કરી 414 કેસ કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,શહેરોમાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જેથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને નંબર પ્લેટ પરથી ઓટોમેટીક ઓનલાઇન દંડ ફટકારવામાં આવે છે.વાહન ચાલકો આ ઓનલાઇન દંડથી બચવા માટે નંબર સાથે ચેડાં કરતા હોય છે.ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટ વાળી દેતા હોય છે અથવા નંબર પ્લેટમાંથી કોઈ આંકડો કાઢી નાખતા હોય છે.જેથી ઇ મેમોથી બચી શકાય.આવા વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા મેગા ડ્રાઈવમાં ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને સ્થળ પર જ ઓનલાઇન દંડ ફટકારવામાં આવી રહ્યા છે.જેમાં મુખ્યત્વે નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર,કારમાં બ્લેકફિલ્મ લગાવનાર,હેલ્મેટ વગર વાહન ચલાવનાર ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવાની તથાં વાહનો ડિટેઇન કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement