For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ટ્રાફિક ડ્રાઇવ, 149 કેસ કર્યા : પીધેલા છે કે નહિ ? 7ર લોકોને ચેક કરાયા

04:07 PM Dec 21, 2024 IST | Bhumika
રાજકોટમાં ટ્રાફિક ડ્રાઇવ  149 કેસ કર્યા   પીધેલા છે કે નહિ   7ર લોકોને ચેક કરાયા

Advertisement

રાજકોટ શહેરમા ગઇકાલે ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજય લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામા આવી હતી. ગુનાઓ ઓછા થાય માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો હોવાનુ પણ જણાવ્યુ હતુ. ત્યારે ગઇકાલે રાજકોટ શહેર ટ્રાફીક પોલીસના ડીસીપી પુજા યાદવ, એસીપી જયવિર ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક વિભાગના ચારેય સેકટરના પીઆઇ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, ગુંદાવાડી પોલીસ ચોક, કોટેચા ચોક, કોસ્મો ચોકડી સહીતના સ્થળો પર કુલ 149 કેસ કર્યા હતા. જેમાથી 67 કેસ ઇ ચલણના હતા તેમજ પોલીસે કેસ દરમિયાન 86900નો દંડ ફટકારવામા આવ્યો હતો. તેમજ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવમા 72 લોકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામા આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement