For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત

10:34 AM Dec 27, 2024 IST | Bhumika
સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ  યુવકે માતા પિતા  પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ  પત્ની અને બાળકનું મોત

Advertisement

અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહેતા શખ્સે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને પણ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા બાદ પોતે પણ હાથની નસ કાપી નાખી ગળાના ભાગે છરી ફેરવી દઈ આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. ઈજાગ્રસ્ત યુવક અને તેના માતા-પિતાને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી વધુ તપાસ હાથધરી છે. પરિવારમાં અંદરો-અંદર મનદુખ ચાલતુ હોવાથી આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સુરત સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં રહેતા અને ઓનલાઇન વેપાર કરતાં સ્મિત જીયાણીએ કોઈ કારણસર પોતાની પત્ની હિરલ અને ચાર વર્ષના પુત્ર ચાહિય ઉપર છરીથી હુમલો કરી તેની હત્યા કરી સ્મિતે પિતા લાભુભાઈ અને માતા વિલાસબેન ઉપર પણ છરીથી હુમલો કરી બંનેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. હતી. પરિવારના પત્ની અને પુત્રની હત્યા કરી નાખ્યા બાદ માતા-પિતા પર છરીથી હુમલો કરી તેમને સ્મિતે પોતે પોતાના હાથની નસ કાપી ગળું પણ કાપી નાખ્યું હતું.

Advertisement

ઘટનાની જાણ પડોશીઓને તાત્કાલિક દોડી આવ્યા હતા અને સ્મિત તથા પિતા લાભુભાઈ અને માતા વિલાસબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યાં પોલીસની તપાસમાં પત્ની હિરલ અને ચાર વર્ષના પુત્ર ચાહતને મૃત જાહેર કાર્ય હતા. જ્યારે ઇજાગ્રસ્ત માતા-પિતા અને સ્મિતને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ કરતા પડોશીઓ દ્વારા પૂછવામાં આવતા જાણવા મળ્યું કે,આજથી સાત દિવસ પહેલા સ્મિતના મોટા બાપુજીનું કુદરતી મોત થયું હતું અને બાપુજીના ઘરે જતા બાપુજીના દીકરાઓએ સ્મિતને કોઈ કારણસર ઘરે નહીં આવવા માટે જણાવ્યું હતું. આ વાતનું દુ:ખ લાગ્યું હતું અને પોતે અહીંયા એકલો છે.

આ બાબતનું લાગી આવતા તેણે આજે સવારે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. જોકે, હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. સ્મિતની હાલત અત્યારે નાજુક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. સુરત સરથાણા વિસ્તારમાં આવેલ સૂર્યા ટાવરમાં આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકોએ પોલીસને જાણ આરોપી હથિયાર કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે અને સુરતમાં નોકરી-ધંધાને લઈ વસવાટ કરતો હતો. અચાનક આવી ઘટના બનતા સ્મિતના સગા-સંબધીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement