નવાગામ અને આનંદ બંગલા ચોકમાં ટ્રાફિક ડ્રાઈવ : 329 ચાલકો દંડાયા
- 1.52 લાખનો દંડ ફટકારી બે વાહન ડિટેન કરાયા
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહી તે હેતુથી સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. નવાગામ અને આનંદ બંગલા ચોકમાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 329 વાહન ચાલકો દંડાયા હતાં પોલીસે 1.52 લાખનો દંડ ફટકારી બે વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતાં.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચના અને એડી પોલીસ કમિશનર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની રાહબરીમાં શુક્રવારે સાંજે 5:30થી 7:30 સુધી બે કલાક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત બ્લેક ફિલ્મ લગાવાના નંબર પ્લેટ વગરના ારટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય રોંગ સાઈડના કેસો કરવામાં આવ્યા હતાં.
આનંદ બંગલા ચોકમાં સેક્ટર 2 અને સેક્ટર 3ની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પીઆઈ રોજીયા ને ટીમ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 141 વાહન ચાલકો વિરુદ્દ કેસ કરી રૂા. 66300નો દંડ ફટકાર્યો હતો જ્યારે નવાગામ આણંદપર ખાતે સેક્ટર 1 અને સેક્ટર 4ની ડ્રાઈવ યોજાઈ હતી જેમાં પીઆઈ એમ.જી. વસાવા સહિતનના સ્ટાફે 178 કેસો કરી રૂા. 62,800નો દંડ કરી રૂા. 25,800 સ્થળ દંડ વસુલ કર્યો હતો. તથા બે વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતાં.આમ ટ્રાફિક પોલીસ દ્વારા નવાગામ અને આનંદ બંગલા ચોકમાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઈવમાં કુલ 329 કેસો કરી રૂા. 1.52.300નો દંડ ફટકારી બે વાહન ડિટેઈન કરાયા છે.