રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાની લાલ આંખ: 18 વાહનો ડીટેન કરાયા

11:48 AM Jul 30, 2024 IST | admin
Advertisement

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરનારા વાહન ચાલકો પર આજે ટ્રાફિક શાખા એ તવાઈ બોલાવી છે, અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને કુલ 18 જેટલા વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે. જામનગરના સાત રસ્તા સર્કલ, ખંભાળિયા બાયપાસ ચોકડી, લાલપુર બાયપાસ ચોકડી, ઉપરાંત ટાઉનહોલ સર્કલ સહિતના વિસ્તારમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને ખાનગી મીની લક્ઝરી બસ, ઇકો કાર સહિતના અઢાર વાહનો ડીટેઇન કરી લેવાયા છે, અને તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક શાખાની આ કામગીરીને લઈને ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરનારા વાહન ચાલકોમાં નાશ ભાગ થઈ હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarnewsvehicledetaine
Advertisement
Next Article
Advertisement