રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

10 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓ, લઘુ ઉદ્યોગોને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવા માંગ

12:21 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

રાજયમાં 10 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીઓને તથા સૂક્ષ્મ-લઘુ ઉધોગોને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવા ની અગાઉ સરકારે મૌખિક ખાત્રી આપી હતી. જેની અમલવારી કરાવી વેપારીઓને રાહત આપવા માટે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગણી કરી છે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જ્યેન્દ્રભાઈ તન્ના, વેરા સમિતિ ચેરમેન વિનોદ અગ્રવાલએ કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, ૠજઝ ના અમલવારી સમયે વેપાર સાથે સંલગ્ન અન્ય વેરા નાબુદીનું આશ્વાસન આપવામાં આવેલ હતુ. વેપાર માટે વન નેશન વન ટેક્સના સિધ્ધાંત સાથે પણ વિસંગત છે. અગાઉ આ અંગે સરકાર તરફથી વિવિધ સ્તરે મૌખિક રીતે સહાનુતિપૂર્વક વ્યાજબી ગણી ખાત્રી આપવામાં આવી હતી. નાના વેપારીઓ માટે આ કાયદાનું પાલન પીડાકારક અને મૂશ્કેલીજનક છે.ભૂતકાળમાં ઓક્ટ્રોયની હાલાકી નિવારવા માટે આપના પક્ષની સરકાર દ્વારા નાના વેપારીઓને રાહત મળે તે માટે રાજયના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કોન્ટ્રાકટર પ્રથાથી ત્રાસ હતો તેવા વિસ્તારમાંથી મુક્તિ આપી હતી. આમ 80 ટકા જેટલા વિસ્તારમાં જયાં રાજયની 20 ટકા જેટલી આવક હતી. જેથી રાજયના નાના વેપારીઓને મોટી રાહત મળી હતી.
આ જ રીતે 2019 માં ગુમાસ્તા ધારામાં 10 થી ઓછા કર્મચારી ધરાવતા વેપારને પણ મુક્તિ આપી હતી. જે રાજ્યના 75 ટકા જેટલા વેપારીઓ માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે આદર્શ અમલવારી બની હતી. આ જ સિધ્ધાંતને પ્રોફેશનલ ટેક્ષ નાબુદીના પ્રથમ ચરણ માટે માટે અપનાવવામાં આવે તેવી અમારી વિનંતી છે.
જે મુજબ રાજ્યમાં 10 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીઓ તથા સૂક્ષ્મ-લઘુ ઉધોગોને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે તેવી રાજયના વેપારી સમાજ વતી અમારી રજૂઆત છે.
આ માગણી વ્યવહારિક રીતે વ્યાજબી છે.કારણ કે આ પ્રકારના એકમોમાં ભાગ્યે જ કોઈ પ્રોફેશનલ કર્મચારીઓ હોય છે. આ એકમો મહદ અંશે એવા નાગરિકોને રોજગારી આપે છે જેઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત હોય છે. સરકારના રોજગાર આપવાના સંકલ્પમાં વેપારી અને લઘુ ઉદ્યોગો મૂંગી રીતે દેશના અર્થતંત્રમાં પણ 50 ટકા થી વધુ નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. ત્યારે વ્યવસાય વેરા મુક્તિ આ સમુદાય માટે સરકારની અમૂલ્ય અને મોટી ભેટ બનશે. જેની સામે રાજ્ય સરકારને પડનારી આર્થિક ઘટ નગણ્ય હશે. ત્યારે રાજયના વિકાસમાં પાયારૂૂપ એવા નાના વેપાર ઉદ્યોગ માટે પણ કદર રૂૂપે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિના ભાગરૂૂપે વાયબ્રન્ટ સમિટ દરમિયાન આ અંગે નીતિ વિષયક જાહેરાત કરો તેવી લાગણી અને માંગણી છે.

Advertisement

Tags :
gujaratRs 10 croretoTraders withturnoverupVeraval
Advertisement
Next Article
Advertisement