For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશોદની જૂની બજારમાં આખલાઓની લડાઈથી વેપારીઓ ભયભીત

12:05 PM Sep 11, 2024 IST | Bhumika
કેશોદની જૂની બજારમાં આખલાઓની લડાઈથી વેપારીઓ ભયભીત
Advertisement

કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાઈકોર્ટ દ્વારા જવાબદાર તંત્રને ફટકાર લગાવી હતી ત્યારે પગલાં ભરવાની અને પશુ માલિકો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવાની મસમોટી જાહેરાત કરી સંતોષ માનનારા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેશોદના જુના ગામતળ વિસ્તારમાં આવેલી જુની મેઈન બજારમાં જવાહર ચોક વિસ્તારમાં આખલાઓની લડાઈ વચ્ચે સમગ્ર બજારમાં સોપો પડી ગયો હતો અને પોતાના જાનમાલને બચાવવા ફટાફટ દુકાનો બંધ કરી દેવા મજબુર બન્યાં હતાં.

કેશોદના જુના ગામતળ વિસ્તારમાં એક તો સાંકળા રસ્તાઓ અને સાંકળી શેરીઓ આવેલી છે ત્યારે રખડતાં ભટકતાં પશુઓથી રહીશો વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. કેશોદની જુની બજારમાં આખલાઓની લડાઈ શરૂૂ થતાં કોઈ રીતે છુટા પડતાં ન હતાં ત્યારે સદનસીબે ડોર ટુ ડોર કચરો એકઠો કરતાં વાહન દ્વારા વચ્ચે પડી છુટા પાડતાં વેપારીઓ વાહનચાલકો એ હાશકારો લીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement