CGST કચેરીમાં બેઠક વ્યવસ્થાના અભાવે વેપારીઓ-વકીલો લોબીમાં ઉભા રહેવા મજબૂર
સી.જી.એસ.ટી.ની કાર્યવાહી જેવી કે ઓડિટ, અપીલ, વેરિફિકેશન વગેરે બાબતો અન્વયે વેપારીઓએ સી.જી.એસ.ટી. કચેરીની મુલાકાત લેવી પડે છે. આ જ રીતે વેપારીના વકીલો અને સી.એ. ને પણ તેમના અસીલ ની મેટરમાં જવાનું થાય છે. વકીલો અને સી.એ.ને સી.જી.એસ.ટી કચેરી ખાતે યોગ્ય રીતે બેસવાની વ્યવસ્થા નથી. હાલમાં વેપારીઓ અને વકીલો માટે અલાયદા મીટીંગ રૂૂમની સગવડ નથી તેથી વેપારી અને વકીલોએ લોબીમાં ઉભા રહીને તેમનો ક્રમ આવે ત્યાં સુધી વેઇટીંગ કરવું પડે છે.
તેમ જ વેપારી અને વકીલો ને કોઈ લખાણ કરવું હોય કે ક્યાંક બેસીને થોડી કેસને લગતી ચર્ચા કરવી હોય તો કરી શકવાને અસમર્થ રહે છે. આ બાબતે સી.જી.એસ.ટી. કમિશનર શ્રી શિવકુમાર સાહેબ સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી રાજીવ દોશીએ પી. જી.આર.સી. ની મીટિંગમાં રજુઆત કરેલ હતી તેઓએ માંગણી મુકેલ હતી કે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અલગ વેઇટિંગ રૂૂમની ફાળવણી વેપારીઓ અને વકીલો ના ઉપયોગ માટે કરવામાં આવે જેથી વેઇટીંગ સમયમાં તેઓ ત્યાં બેસી શકે અને આમથી તેમ લોબીમાં ઉભા રહેવું ન પડે કે આંટા ન મારવા પડે. આ માંગણી કમિશનર શિવકુમારે તાત્કાલિક સ્વીકારી લીધી હતી અને ખાત્રી આપેલ હતી કે વેપારી અને વકીલો માટે એક અલગથી વેઇટિંગ રૂૂમ અધ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
સી. જી. એસ. ટી. ની કચેરી ખાતે ફરજ ઉપર હાજર અધિકારીઓ અને કર્મચારીઓના નામ, હોદ્દો, તેમની કચેરીમાં ક્યા માળે અને કેટલા નંબરના રૂૂમમાં બેસે છે તેની માહિતીસભર બોર્ડ કચેરીના મુખ્ય દરવાજા પાસે રાખવું અત્યંત જરૂૂરી છે.
જેને લીધે કચેરીમાં આવનાર વ્યકિતને કઈ વ્યકિતને મળવું છે અને ક્યાં જગ્યાએ મળી આવશે તે સ્પષ્ટ થઈ જશે અને હાલ પડતી હાલાકી નિવારી શકાય છે.આ બાબતની રજૂઆત કરતાં આ માંગણી પણ તુરંત સ્વીકારી લીધી હતી અને વહેલી તકે બોર્ડ લગાવી દેવા ની ખાતરી આપી હતી
હાલમાં એમેનેસ્ટી સ્કીમની લાભ લેવાની નિયત સમય મર્યાદા 30 જૂનના રોજ પૂરી થાય છે પરંતુ હજુ કેટલાક વેપારીઓ આ સ્કીમ હેઠળ લાભ લેવા થી વંચિત રહી ગયા છે તેથી ઍમનીસ્ટી સ્કીમનો લાભ લેવાની નિયત તારીખ 30 જૂન છે તે વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવે. તેમજ એમનેસ્ટી સ્કીમ હેઠળ આવરી લેવાયેલા વર્ષ પણ વધારીને 2020-21 સુધી કરવામાં આવે. આ રજુઆત અનુસંધાને કમિશનરે ખાત્રી આપેલ હતી કે તેઓ રજુઆતને યોગ્ય સ્તરે લઇ જશે.
તેમ યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનસુખભાઇ વોરા અને ખજાનચી અજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.
