For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું

01:52 PM Jul 14, 2025 IST | Bhumika
સાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું

આજે બપોર બાદ ભારે વરસાદને કારણે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન, મોટા ભમોદરા ખાતે સ્થાનિક નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી રમેશભાઈ ભલાણી નામના ટ્રેક્ટર ચાલકનું ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું.

Advertisement

ખેતરેથી ઘરે પરત ફરતી વખતે નેરડામાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું.
આ કટોકટીની ઘડીમાં ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ ખૂટની આગેવાની હેઠળ ગ્રામજનોએ તાત્કાલિક પગલાં લીધાં. ગામના લોકોએ એકજૂથ થઈને મહેનત અને હિંમત સાથે રમેશભાઈ ભલાણીને સુરક્ષિત રીતે બચાવી લીધા અને ટ્રેક્ટરને પણ મહા મહેનતે પાણીમાંથી બહાર કાઢ્યું. આ ઘટના ગ્રામજનોની એકતા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સરપંચ ભાવેશભાઈ ખૂટ અને ગ્રામજનોની આ પ્રશંસનીય કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement